- દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા
મુંબઇ મધ્યે દાદા સાહેબ ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા મુકેશ પટેલ ઓડીટેરિયમ મધ્યે ફિલ્મજગતના શ્રી પદ્મવિભૂષણ ઉદિત નારાયણ, અભિનેત્રી પૂનમ ધિલ્લોન, દીપક તિજોરી, રાજપાલ યાદવ, રાકેશ બેદી, ગુફી પેન્ટર, મોહમ્મદ મોરાની (આપકી અદાલત), ફિલ્મ ગદ્દર મનીષ વાધવા અને ડાયરેક્ટ અરુણ શર્મા, કશમિર ફાઈલસ દર્શન કુમાર, કરન (નૈતિક – યે રિશ્તા ક્યા કહેલાતા હૈ), ઋષભ રાણા (અનુપમા અને મહેંદી વાલા ઘર), ગાયક અઋણ બક્ષી(તુના તુના ),સુમિત બસુ, રાજશ્રી પ્રોડક્શન જેવા પ્રસિદ્ધિ કલાકારો અને નેપાલ ફિલ્મ જગતનાં કલાકારો, તેલુગુ તેમજ ગુજરાતી ફિલ્મમાં ત્રણ એકા, શુભયાત્રા, હરિ ઓમ હરી અને પ્રેમસગાઈનાં કલાકારોને જુદી-જુદી શ્રેણીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કરછનાં પૃથ્વી સોનીને જય શક્તિ પ્રોડેકશન પ્રોડ્યુસર ઘનશ્યામસિંહ ઝાલા નિર્મિત પ્રેમસગાઈ ફિલ્મનાં ડેબ્યુટેન્ટ ઍક્ટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
મારી સફળતાનો શ્રેય માતા-પિતા, ગુરૂજીને જાય છે: પૃથ્વી સોની
પૃથ્વી સોનીએ ‘અબતક’ સાથે કરી વાતચિત
‘અબતક’ સાથેની વાતચિતમાં પૃથ્વી સોનીએ જણાવ્યું હતું કે પ્રેમસગાઇ ફિલ્મની ટોમોનો આભારી છું. કચ્છના લોકોને દિલથી આભાર માનું છું. તેઓના સાથ-સહકારથી અમારી ફિલ્મને સફળતા મળી છે. 30 મેના રોજ મુંબઇમાં દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા બેસ્ટ ડેબ્યુટેડ એક્ટર માટેનો એવોર્ડ મળ્યો છે. હું કચ્છનો પહેલો આર્ટીસ્ટ છું. જેને એવોર્ડ મળ્યો છે.
મુંબઇમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારો સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો. તેની ખૂબ જ ખુશી છે. મારી સફળતા પાછી મારા માતા-પિતા તથા પૂરા પરિવારનો છે તથા મારા ગુરૂજી સંદિપ બિરલાને શ્રેય જાય છે.