આર્ટ ઓફ લિવિંગ દ્વારા ૬ દિવસીય શિબિર યોજાઈ : રોગ મુક્ત શરીર, તનાવ મુક્ત મન તથા હિંસામુક્ત સમાજની સમજ અપાઈ
મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સબ જેલના કેદીઓનું જીવન સુધરવા અર્થે ૬ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદીઓને રોગ મુક્ત શરીર, તનાવ મુક્ત મન તથા હિંસામુક્ત સમાજની સમજ અપાઈ હતી. શિબિરનો બહોળી સંખ્યામાં કેદીઓએ લાભ લીધો હતો.
આર્ટ ઓફ લિવિંગના શિક્ષક મનસુખભાઇ ભાલોડિયા, નયનાબેન ભાલોડિયા અને હાર્દિકભાઇ ભાલોડિયા દ્વારા મોરબીની સબ જેલના કેદીઓનું જીવન ધોરણ સુધારવા ૬ દિવસીય શિબિર ( પ્રિઝન સ્માર્ટ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર તા ૧૬ થી ૨૧ દરમિયાન યોજાઈ હતી.
શિબિરમાં કેદીઓને રોગ મુક્ત શરીર, તનાવ મુક્ત મન તથા હિંસામુક્ત સમાજની સમજ આપી પ્રેમ અને ભાઈચારાનો બોધ આપવામાં આવ્યો હતો. ઉપરાંત કેદીઓ પાસેથી દિવ્ય સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ થઈ કાર્ય કરવાનો સંકલ્પ લેવડાવામાં આવ્યો હતો. શિબિરનો લાભ બહોળી સંખ્યામાં કેદીઓએ લીધો હતો. શિબિરને સફળ બનાવવા જેલર ગઢવીભાઈનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com