જેલમાં કેદીઓની વધતી સંખ્યા ચિંતાજનક, પરંતુ તેને જાનવરોની માફક વર્તન કરવું માનવ અધિકારનો ભંગ છે
જેલમાં સજા કાપી રહેલા કેદીઓના કેસો લંબાવાતા કોર્ટમાં તારીખ પર તારીખ પડતી હોય છે એવામાં જેલમાં કેદીઓનો ભરાવો પણ વધી રહ્યો છે. આ અંગે જેલોમાં કેદીઓને ખીચો-ખીચ ભરવામાં આવી રહ્યા છે માટે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યકત કરતા કહ્યું હતું કે, કેદીઓ પણ માણસ છે, તેને જેલમાં જાનવરોની જેમ રાખી ન શકાય. ઘણા કેદીઓને જામીન પણ મળી ગયા હોય છે પરંતુ સંપૂર્ણપણે સ્પષ્ટતા ન મળવાથી જેલમાં રહેવું પડતું હોય છે તો ઘણા કેદીઓ નાના ગુના માટે લાંબો સમયથી ફસાયેલા હોય છે.
ઉચ્ચ ન્યાયાલયે કહ્યું હતું કે જો તમે કેદીઓને જેલમાં વ્યવસ્થિત રાખી ન શકતા હોય તો તેને છોડી દેવા જોઈએ. કોર્ટમાં કેસના નિકાલને લાંબો સમય રહેવાને કારણે બેરેકમાં ક્ષમતા કરતા પણ વધુ કેદીઓને પુરીને રાખ્યા હોય છે એક ૩૦ની ક્ષમતા ધરાવતા બેરેકની જગ્યાએ ૫૦-૬૦ કેદીઓને જાનવરોની જેમ ભરવામાં આવે છે અને કેદીઓ, સરકારની જવાબદારી છે.
તેમને કોર્ટે લઈ જવા લઈ આવવામાં ખર્ચ થતો હોય છે અને બિનજરૂરી કેદીઓને પુરી રાખવા યોગ્ય નથી.
ઘણી વખત કેદીઓ જેલ નિવાસ દરમ્યાન જ મૃત્યુ પામતા હોય છે.
પછી તે મૃત્યુ કુદરતી હોય કે અકુદરતી જેલમાં મૃત્યુ થાય ત્યારે સબડિવિઝનલ મેજીસ્લેટને જાણ કરવામાં આવે છે અને કેદીઓના સગા-સંબંધીઓને જો મુંઝવણ હોય તો એસડીએમ દ્વારા જ પુછપરછ કરવામાં આવે છે. દર વર્ષે જેલમાં મૃત્યુ પામનાર કેદીઓની સંખ્યા વધી રહી છે અને કારણ વગરનો કેદીઓનો ભરાવો થવાને કારણે માનવ અધિકારનો ભંગ થાય છે. કેદીઓને પણ જીવવાનો અધિકાર છે તેઓ જાનવર નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,