પેન્શનમાં 100%નો કાપ ’કઠોર’ સજા: હાઇકોર્ટે 25 ટકા કાપ મુક્યો !!
એક મહત્વપૂર્ણ આદેશમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ કસ્ટડીમાંથી કેદીના ભાગી જવાની ઘટના માટે નિવૃત્ત જમાદાર પર લાદવામાં આવેલી સજામાં ઘટાડો કર્યો છે. હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, સજામાં સમાનતા હોવી જોઈએ, કારણ કે અન્ય જવાબદાર લોકોને નજીવી દંડ સાથે છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ સાથોસાથ નિવૃત જમાદારને જે પેંશનની રકમમાં 25% કાપ મુકવાનો નિર્ણય પણ હાઇકોર્ટે લીધો છે.
આણંદ જિલ્લામાં પીએસઆઇ અનોપસિંહ ભગોરાનું 100 ટકા પેન્શન એક કેદીના ભાગી જવાની તેમની સંડોવણી બદલ સજા તરીકે કાપવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2012 માં હત્યાનો આરોપી જીગર પટેલ તેની સારવાર દરમિયાન પોલીસ એસ્કોર્ટ હેઠળ હોસ્પિટલમાંથી નાસી ગયો હતો. ભગોરા એસ્કોર્ટ ટીમના વડા હતા.
જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી અને ભગોરાને સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યાંથી તે ડિસેમ્બર 2013 માં નિવૃત્ત થયા હતા. તપાસ બાદ એસ્કોર્ટ ટીમના સભ્યોને 2015 માં સજા કરવામાં આવી હતી. ભગોરાનું 100% પેન્શન બંધ કરવામાં આવ્યું હતું. ટીમના અન્ય સભ્યોને નજીવો દંડ ફટકારવામાં આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામ પોપટભાઈનો એક ઇન્ક્રીમેન્ટ છ મહિના માટે અટકાવવામાં આવ્યો હતો. લોક રક્ષક યોગેશ અરવિંદભાઈને એક મૂળભૂત પગારમાં કાપ મૂકવામાં આવ્યો હતો. અન્ય લોક રક્ષક વિરમભાઈ સારાભાઈને બરતરફ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં રૂ. 5000ના દંડ સાથે છોડી દેવામાં આવ્યા હતા.
જે બાદ ભગોરાએ હાઇકોર્ટમાં પહોંચ્યા હતાનો અને અન્ય એસ્કોર્ટ ટીમના સભ્યોની તુલનામાં પ્રમાણમાં કઠોર સજાને પડકારી હતી. તેમના કેસની સુનાવણી કર્યા પછી, ન્યાયમૂર્તિ એ. વાય. કોગજેને પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં કોઈ ખામી જણાઈ ન હતી કારણ કે તે બહાર આવ્યું હતું કે ભગોરાના ચોક્કસ હાવભાવ સમજાવી શકાયા નથી.
જો કે, અદાલત અરજદારના કેસને અન્ય ગુનેગારો સાથે સમાનતાના આધારે ધ્યાનમાં લેવાનું ન્યાયપૂર્ણ માને છે, તેવું ન્યાયાધીશે કહ્યું હતું. હાઇકોર્ટે નોંધ્યું કે, ભગોરાના પેન્શનના 100% ઉપાડની “કઠોર” સજામાં ફેરફાર કરવો જરૂરી છે. હાઈકોર્ટે કપાત ઘટાડીને 25% કરી અને આદેશ આપ્યો કે ભગોરાની લાંબી નિષ્કલંક કારકિર્દીને જોતા તેમને પેન્શન આપવામાં આવે.