જૂનાગઢ જેલમાં સજા ભોગવી રહેલ કેદી પ્રવિણ જીણાભાઈ બાંભણીયા જાતે કોળી ઉ.૩૦ રહે સૈયદ રાજપરા તા. ઉના વાળો તા.૧૨.૨.૧૭ના રોજ વચગાળાના જામીન પર છૂટેલ હોય અને તા.૨૨.૨.૧૭ના રોજ જૂનાગઢ જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઈ છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હોય જેકામે એલ.સી.બી. ગીર સોમનાથના ટેકનીકલ સ્ટાફના હેડ કોન્સ. રામદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડાનાઓનુંકોલ ડીટેઈલ સર્વેક્ષણ અને આગવી સુઝબુઝનાકારણે માલુમ પડેલ કે આ કામનો ફરાર કેદી મુંબઈ તથા થાણેના ભિવંડી ખાતે હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કોડના એએસઆઈ વી.જી. પરમાર તથા પો.હેડ કોન્સ. જોધુભા તથા એલ.સી.બી.ના પો.કોન્સ. કનકસિંહ કાગડાનાઓ મુંબઈમાં દહીંસર તથા થાણેના ભિવંડી ખશતે તપાસ કરતા ભિવંડી ખાતે આ કામનો આરોપી સ્ટેશનરીની દુકાનમા કામ કરતો હોય ત્યાંથી દબોચી લઈ જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
જૂનાગઢ જેલમાંથી ફરાર થયેલો કેદી મુંબઈથી ઝડપાયો
Previous Articleમોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ૫૦૦ કિલો પ્લાસ્ટિકનો નાશ કરાયો
Next Article મોરબીના ટાઉનહોલમાં ફેશન શો યોજાયો