ગુજરાત હાઈકોર્ટના જજ વી.બી.માયાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને જો સગાઈ અથવા તો લગ્ન પ્રસંગમાં હાજરી આપવી હોય અને જયારે તેઓ પેરોલ પર છૂટયા હોય તો તેઓએ પોતાના પાંચ ફોટોગ્રાફ જેમાં તેઓ વિધિમાં હાજર રહ્યાં હોય તે કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવાના રહેશે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ત્રણ કેદીઓ કે જેઓ જેલમાં સજા ભોગવી રહ્યાં હતા.
તેઓએ લગ્ન અને સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે પેરોલ પર છુટવાની અરજી કરી હતી જે સંદર્ભે કોર્ટે જણાવ્યું હતું કે, આ તમામ પ્રકારની ઉજવણીમાં કેદીઓએ જે રશમ મનાવવામાં આવતી હોય અને તેમાં તેઓ જયારે હાજર રહ્યાં હોય તેના ફોટોગ્રાફ તેઓએ કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવાના રહેશે.
ગુજરાત હાઈકોર્ટના જજ વી.બી.માયાણીએ ત્રણ કેદીઓની પેરોલ માટેની અરજીને ધ્યાને લઈ જણાવતા કહ્યું હતું કે, જે કોઈ કેદીઓએ પેરોલ પર કોઈપણ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવી હોય તો તેઓએ પોતાના પાંચ ફોટો કે જેમાં તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યાં હોય તે રજિસ્ટ્રીમાં પ્રસ્તુત કરવાના રહેશે.
શફી મોહમદ શેખ નામના આરોપી કે જેઓને ત્રણ વર્ષની જેલની સજા થઈ છે અને હાલ તે દોઢ વર્ષથી જેલમાંસ સજા ભોગવી રહ્યાં છે તેઓના પોતાના પુત્રની સગાઈના કાર્યક્રમમાં હાજરી દેવા માટે પેરોલ પર છૂટવાની માંગ કરી હતી.
જે જાન્યુઆરી ૭ થી ૯ દરમિયાન યોજાવાના છે. ત્યારે ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટે તેની અરજીને નકારી કાઢી હતી જેને લઈ તેઓએ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે શફી મોહમદ શેખને ત્રણ દિવસીય પેરોલ પર છુટવા માટે પરવાનગી પણ આપી હતી અને સાથો સાથ તેને રજિસ્ટ્રીમાં પોતાના ફોટોગ્રાફ પ્રસ્તુત કરવાનો પણ આદેશ કર્યો હતો.
વાત કરવામાં આવે તો આ કેદીને ૧૦ દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં તેને સગાઈ તથા લગ્ન પ્રસંગમાં હાજર રહેવાના ફોટોગ્રાફ તેઓને પ્રસ્તુત કરવાના રહેશે. તેઓ દ્વારા જે પીટીશન કોર્ટમાં મુકવામાં આવી હતી તેની સુનાવણી દરમિયાન આરોપીએ હાઈકોર્ટ સમક્ષ ઈન્વીટેશન કાર્ડ અને કાર્યક્રમોની વિગતવાર વિગતો કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરી હતી.
જેમાં આ જ પ્રકારનો એક કેસ રાજકોટનો પણ જોવા મળ્યો હતો જેમાં ફિરોઝ શમા નામના કેદીને પેરોલ પર એક મહિનાની મુદત જોતી હતી જેનું એકમાત્ર કારણ હતું કે તેમના નિકાસ ૯ જાન્યુઆરીના રોજ થવાના છે. જેના પ્રત્યુત્તરમાં જજ માયાણીએ પણ તેમને ૭ દિવસના પેરોલ મંજૂર કર્યા હતા અને વિધિના ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવાનો હુકમ પણ કર્યો હતો.