પંજાબ કોર્ટ દ્વારા બજરંગી ભાઈજાન ફિલ્મની અભિનેત્રી અલ્કા કૌશલ અને તેની માતાનેચેક બાઉન્સ કેસમાં દોષિત જણાતા ૨ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ અલ્કાકૌશલ ઉ.૪૭ તાજેતરમાં સલમાનખાનની બજરંગી ભાઈજાન ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણીએ કરીના કપૂરની માતાની ભૂમિકા કરી હતી. કૌશલ દ્વારા પંજાબના ખેડૂત અવતાર સિંઘ પાસેથી ટેલિવિઝન શ્રેણીના નિર્માણ માટે ૫૦ લાખ ઉછીના લેવામાં આવ્યા હતા. જયારે કૌશલ તે નાણા ચૂકવી શકી નહી ત્યારે અવતાર સિંઘને તેણે ૨૫ લાખ બે ચેક દ્વારા ચૂકવણા માટે આપ્યા હતા.
ત્યારે આ ચેક બાઉન્સ થયા હોવાની માહિતી સિંઘના વકીલે જણાવી હતી. ત્યારે સિંઘ દ્વારા તેની અને તેની માતા વિ‚ધ્ધ ૨૦૧૫માં મલેરકોટલા ખાતે કેસ દાખલ કરવામા આવતા કોર્ટ દ્વારા તેઓને ૨ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આ સજા વિ‚ધ્ધ તેમને સંગ‚ર કોર્ટમાં જૂની કોર્ટના નિર્ણય સામે અરજી કરી હતી. ત્યારે સંગ‚ર કોર્ટે પણ જૂની કોર્ટના ચૂકાદાને યોગ્ય ગણાવ્યો હતો અને હવે કૌશલ અને તેની માતાને સંગ‚રની જેલમાં સજા ફરમાવી રહ્યા છે.
અલ્કા કૌશલે ટેલિવિઝન નિર્માતા અને દિગ્દર્શક રવિ જી કૌશલ સાથે લગ્ન કર્યા છે. તેણી તેના ઘણા ટેલિવિઝન શો સ્વર્ગિની, કબુલ હૈ અને કુમકુમમાં જોવા મળી હતી. તેમજ મોટા પડદા પર તે કંગના રણૌતની માતા તરીકે વિકાસબહલ દિગ્દર્શિત ‘કવીન’ ફિલ્મમાં જોવા મળી હતી. અલ્કા કૌશલના ભાઈ વ‚ણ બડોલા છે જે પણ તેના ધારાવાહિક કૌશીશ એક આશા અને દેશમે નીકલા હોંગા ચાંદ માટે પ્રસિધ્ધ થયા હતા. તેહા હાલ રાધવ શ્રીવાસ્તવની ભૂમિકામાં ‘મેરે અંગનેમે’ નામની ધારાવાહિકમાં કામ કરી રહ્યા છે. અલ્કા કૌશલની બહેન પણ મુંબઈના રેડિયોમાં રેડિયો જોકી તરીકે કામ કરી રહી છે.