જેલમાં કાયમ રહેવા કોણ ઈચ્છે છે ? પરંતુ પુસ્કરદત્ત ભટ્ટ નામના એક કેદીએ જેલમાં ૨૦ વર્ષ વિતાવ્યા છતાં તે હજુ બાકીની જિંદગી જેલમાં જ પસાર કરવા ઈચ્છે છે અને આનું કારણ છે ભુત !! જી, હા, પુસ્તક દત્ત ભટ્ટ તેના ગામમાં ભુત-પ્રેત હોવાનો દાવો કરે છે અને ભુતના ડરથી તે ફરી જેલમાં જવા માંગે છે.
જણાવી દઈએ કે, પુસ્કર દત્ત ભટ્ટ ઉત્તરાખંડના પીઠોરગઢ જીલ્લાની બસ્તાદી ગામે રહે છે. વીસ વર્ષ પહેલા તેણે તેની પત્નિ અને પુત્રીની હત્યા કરી નાખી હતી. જેની સજાના ભાગરૂપે તે ૨૦ વર્ષ જેલમાં રહ્યો અને વર્ષ ૨૦૧૭માં ઓગસ્ટ માસમાં જેલમાંથી બહાર આવ્યો હતો પરંતુ તેને પીઠોરગઢના બસ્તાદીમાં ભુતની બીક લાગે છે. પુસ્કર દત્ત ભટ્ટનું કહેવું છે કે, જુલાઈ વર્ષ ૨૦૧૬માં બસ્તાદીમાં પુર આવ્યું હતું અને તેમાં ૨૧ લોકો મોતને ભેટયા હતા. આથી આ ગામ સાવ ખાલી છે. ઘરો તુટી ગયા છે અને અહીં માત્ર ભુત આત્માઓ રહે છે આ એકે ‘ભુતોનું ગામ’ છે.
પુસ્કર દત્ત ભટ્ટે પીઠોરગઢના એડમીનીસ્ટ્રેશનને અરજી કરી આ સમગ્ર વિગત જણાવી હતી અને તેને ફરી જેલમાં મોકલવા માંગ કરી છે. ૫૨ વર્ષીય પુસ્કર દત્તે અરજીમાં જણાવ્યું છે કે, સીતારગંજ જેલમાં લોકોનો રહે છે અહીં બસ્તાદીમાં તો આત્માઓ ભટકે છે. સીતોરગંજ જેલમાં મે મારી યુવાનીના વર્ષો પસાર કર્યા છે અને હવે હું ત્યાં જ રહેવા ઈચ્છું છું તેમ ભટ્ટે જણાવ્યું હતું. પુસ્કર દત્ત ભટ્ટ છ મહિનાથી જેલમાંથી છુટી ગયો છે અને બસ્તાદીમાં રહે છે.
બસ્તાદી ગામમાં વિજળી કે પાણીની સેવા નથી. તમામ ઘરો ખાલી પડેલા છે અને નજીકના જંગલમાંથી પ્રાણીઓ સ્વતંત્ર રીતે અહીં ઘુમે છે. પુર આવ્યાના લગભગ બે વર્ષ જેટલો સમય વિત્યા છતા આ ગામને સરખું કરવામાં કોઈએ ધ્યાન આપ્યું નથી તેમ પુસ્કર દત્તે જણાવ્યું છે. તેણે વધુમાં કહ્યું હતું કે, સપ્ટેમ્બર, ૨૦૧૭માં તેણે જીલ્લા અધિકારીને અરજી કરી હતી પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી.