વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે મતદાન ન્યાયીક અને મૂકત રીતે યોજાય તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં પેરામીલીટરી ફોસ અને શહેર પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજી હતી. તેમજ શહેરના વિવિધ વિસ્તારો અને માર્ગો પર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.  જેમાં બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતના આદેશ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર ભટ્ટના માર્ગદર્શન હેઠળ એ.સી.પી. ક્રાઈમ અને એ.સી.પી. ઈસ્ટ વેસ્ટ ક્રાઈમ બ્રાંચ એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ રોડ પર ઉતરી આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.