- સિનિયર સિવિલ જજ કક્ષાના 70ને ડીસ્ટ્રીકટ જજ તરીકે અને 50 જ્યુડિશિયલ ઓફિસરોને અધિક સેશન્સ જજ તરીકે પ્રમોશન
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર અદાલતોમાં ફરજ બજાવતા 70 જેટલા અધિક ન્યાયાધીશોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી છે.જ્યારે 50 જ્યુડિશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની નવી જગ્યાઓ પર બદલીના આદેશો જારી કર્યા છે. આ બદલીઓ આગામી 28 એપ્રિલ, 2025થી અમલમાં આવશે જે.હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર 65 ટકા પ્રમોશન ક્વોટા હેઠળના જુનિયર ન્યાયાધીશોને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે જ્યુડિશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા નીચેની અદાલતોમાં 70 જ્યુડીશિયલ ઑફિસરને અન્ય કોર્ટમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં સુરત ના લેબર જજ ઘનશ્યામ જે થોરાઈને વડોદરા,અમદાવાદ સિટીના ચીફ જ્યુડિશિયલ જજ અર્ચિતકુમાર વોરાને અમદાવાદ,હાલોલ ના વૈભવ વસંત મોઢ ને ગોધરા, અમદાવાદના અરવિંદકુમાર પાંડેને ફેમિલી કોર્ટ અમદાવાદ, લુણાવાડાના મુકેશભાઈ એમ પરમાર ને લુણાવાડા અમદાવાદના લેબર જજ હેમાંશુ એ ભૂટવાલા ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અમદાવાદના મેમ્બર, અમદાવાદના સંદીપસિંહ ડોડીયાને દાહોદ, અમદાવાદ સિટીના એડિશનલ ચીપ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પવન કુમાર નવીનને અમદાવાદ સીટી સિવિલ જજ સુરતના સુનીલકુમાર ગોવાણીને અધિક ડિસ્ટ્રિક્ટ સુરત સાણંદના પ્રિન્સિપલ સિવિલ જજ રાજા રણછોડભાઈ પટેલને અધિક સેસન જજ ગોધરા, ગાંધીનગર પ્રિન્સિપલ સિવિલ જજ દિલીપ પુરોહિત ને અધિક્ષક સંસદ ગાંધીનગર અમદાવાદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમત અગ્રવાલને વડોદરા સુરતના સચિન પ્રતાપ રાય મહેતા ને સુરત, અમદાવાદના પરિમલ પટેલને અમદાવાદ સીટી સિવિલ કોર્ટ, ગાંધીનગરના પ્રકાશકુમાર વિનોદ રાય ભટને વડોદરા , ગાંધીનગરના રવિ કુમાર મહેતા ને સુરત પટેલ અમદાવાદના વિરેન્દ્રસિંહ રાણા ને ગાંધીનગર ભરૂચના હેતલ પટેલને નર્મદા કલોલના રીના યાદવને છોટાઉદેપુર અમદાવાદના બી એચ ઘાસુરાને ફેમિલી કોર્ટ અમદાવાદ વડોદરા ના ભારતી જાદવને ફેમિલી કોર્ટ વલસાડ કપડવંજ સીએન દેસાઈને સુરત ગોધરાના જીગ્નેશ દામોદરાને ભાવનગર અમદાવાદના પ્રોજેક્ટ ઓફિસર વિનય ગઢવીને સુરત અમદાવાદના અંજલી મકવાણા ને ફેમિલી કોર્ટ સુરત અમદાવાદના પી.જે ચૌધરીને અમદાવાદ ગણદેવીના એમ આર ઠાકર ને નવસારી સંતરામપુરના અમિત રાણાને જુનાગઢ ખેરાલુના કે આઈ બગ્ગા ને ફેમિલી કોર્ટ સુરત બોડેલીના બીબી રાજન ભુજ અરવલ્લીના રાહુલ ચાવડાને આણંદ, અમદાવાદના સમીર સાંગાણીને સિટી સિવિલ કોર્ટ અમદાવાદ ના રુચિતા રાજ્યને વડોદરા, અમદાવાદના એન પી ઉનડકટ અમદાવાદ ગ્રામ્ય ગોધરાના પંકજકુમાર દાસને ભરૂચ, આણંદ જિલ્લા લીગલ સર્વીસ ઓથોરિટી ના ચિત્રા રાઠોડ ને ફેમિલી કોર્ટ વડોદરા, કડીના આરબી ગઢવી ને આણંદ અમદાવાદ સિટીના રાજેન્દ્રસિંહ ને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ ના મેમ્બર અમદાવાદ ભરૂચ લેબરકોટના આર આર દેસાઈને ફેમિલી કોર્ટ ભરૂચ પાલનપુરના અંસુલા કુમાર કૌશિકને ફેમિલી કોર્ટ વડોદરા વ્યારા જીમી મહેતાને ફેમિલી કોર્ટ ખેડા ખાતે બદલી કરવામાં આવી છે
રાજકોટથી બીકે દાસોડી ,જેએસ પ્રજાપતિની બદલી, પી જે કાયસ્થ, ચેતના પટેલ અને દીપાબેન ઠાકર રાજકોટ ખાતે પોસ્ટિંગ
સૌરાષ્ટ્ર કચ્છના 18 જજની બદલી અને બઢતીમાં સમાવેશ
સૌરાષ્ટ્ર કચ્છના 28 જજો ને બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા છે જેમાં ભાવનગરના હેતલ દવેને અધિક તરીકે ભાવનગર સાવરકુંડલાના એચડી પંડિતને ફેમિલી કોર્ટ અમરેલી જૂનાગઢના આરજે મીરાણીને ખેડા સુરતના મિત્ર રસિકભાઈ ને મોરબી ભાવનગરના હાર્દિક શાહને અમદાવાદ ગ્રામ્ય એસ.બી ભટ્ટને મહેસાણા ગાંધીધામના એમ એચ ચૌહાણને વલસાડ ગાંધીધામના એમ એ શેખને પાટણ બોટાદના એ એન પટેલને સિટી સિવિલ કોર્ટ અમદાવાદ રાજકોટના બદરી કમલકુમાર વડોદરા, જામનગરના સંદીપકુમાર જામનગર, રાજકોટના જેએસ પ્રજાપતિ ને મહેસાણા, ડબલ ત્રણ માં આવેલ એક નંબર સુરતના દીપાબેન ઠાકરને ફેમિલી કોર્ટ રાજકોટ અમદાવાદના ટીજે દાવડા
વેરાવળ સુરતના પીએન ખંડેરીયા ભુજ વ્યારા ના જેવી પટેલને સુરેન્દ્રનગર જામનગરના એસ.એમ કામદારને મોડાસા ભુજના હેમુ પી પટેલને દાહોદ ગોધરાના જેજી દામોદરા ને ભાવનગર, કેશોદના એચડી દામોદરાને જુનાગઢ સંતરામપુરના એ.આર રાણાને જુનાગઢ ને ભુજ રાજકોટના પી જે કાયસ્થ ને રાજકોટ, હાલોલ ના ચેતના પટેલને રાજકોટ સુરતના ફેમિલી કોર્ટ રાજકોટ ધારીના રેખાબેન એલ જાડેજા ને મહેસાણા, વેરાવળના એપી રણધીરને વેરાવળ પાલનપુરના લલિત વાઘને ગાંધીધામ અને મોરબીના એમ જે ખાનને નવસારી ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે