દેશમાં રોકડની વ્યવસ્થા લોકો માટે અનુકૂળ: ઇકોનોમીક અફેર સેક્રેટરી

તાજેતરમાં અનેક જીલ્લાઓમાં રોકડની તંગી અનુભવાઇ હતી. આરબીઆઇ તરફથી પુરતા પ્રમાણમાં ભંડોળ ન મળતુ હોવાના કારણે નાણાની ખેંચ અનુભવાઇ હોવાનું માનવામાં આવતું હતું. જોકે, આરબીઆઇએ ભંડોળ યોગ્ય પ્રમાણમાં છે તેવો ખુલાસો કર્યો હતો. દરમિયાન ફરીથી રોકડની કટોકટી ન સર્જાય તે માટે દરરોજ રૂ.પ૦૦ની ૩૦૦૦ કરોડની નોટો છાપવામાં આવતી હોવાનું જાણવા મળે છે.  ઇકોનોમીક અફેર સેક્રેટરી સુભાષચંદ્ર ગર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા અઠવાડીયામાં દેશના ૮૫ ટકા એટીએમમાં સર્જાયેલી ગડબડી અંગે વિગતો લેવાઇ હતી. હાલ તો દેશમાં રોકડનું પ્રમાણ યોગ્ય છે. બેંકો અને એટીએમ તેમજ બજારમાં પણ રોકડનું પ્રમાણ અનુકૂળ હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો.  તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે હાલ અર્થતંત્રમાં રૂ ર૦૦૦ વાળી ૭ લાખ કરોડની નોટો ફરી રહી છે. માટે હવે નવી રૂ.ર૦૦૦ની નોટો ઇસ્યુ કરવામાં નહીં આવે. લોકોના આર્થિક વ્યવહારો માટે રૂ.૧૦૦, ર૦૦ અને પ૦૦ની નોટો વધુ જરૂરી છે. માટે હવે અમે દરરોજ રૂ.૩૦૦૦ કરોડની રૂ.પ૦૦ની નોટોનુ છાપકામ કરી રહ્યા છીએ. જે બજારની માંગ કરતા પણ વધુ છે. પરિણામે નોટોની તંગીની સમસ્યા ફરી ઉત્પન્ન થશે નહીં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.