ડિજિટલ ન્યુઝ પબ્લિશર્સ એસોસિએશન સાથે કેન્દ્રીય મંત્રી જાવડેકરની બેઠક
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે તાજેતરમાં ડિજિટલ ન્યુઝ પબ્લિશર્સ એસોસિયેશન સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમણે મત વ્યક્ત કર્યો હતો કે, પરંપરાગત મીડિયા એટલે કે ન્યુઝ પેપર અને ચેનલની જેમ ડિજીટલ ન્યુઝ મીડિયાએ પણ સિદ્ધાંતોની અમલવારી કરવી જોઈએ.આ કાર્યક્રમમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા ટુડે, ભાસ્કર, હિન્દુસ્તાન ટાઈમ, ઇન્ડિયન એક્સપ્રેસ, એબીપી, જાગરણ અને લોકમત સહિતના નામાંકિત માધ્યમોના પ્રતિનિધિઓ હાજર હતા. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રેસ કાઉન્સિલ એક્ટ અને કેબલ ટેલિવિઝન નેટવર્ક એક્ટ હેઠળ જે ફેરફાર કર્યા તેને ડિજિટલ ન્યુઝ પબ્લિશર્સ એસોસિએશન દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડિજિટલ મીડિયામાં વાયરલના વાયરસને નાથવા માટે કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા જ નિયમો ઘડી કાઢ્યા હતા. જેમાં વિવિધ પ્લેટફોર્મ ઉપર પીરસાતું અસભ્ય સાહિત્ય, દેશ વિરોધી ક્ધટેન્ટ સહિતની બાબતોને સમાવી લેવામાં આવી હતી. દરમિયાન સરકારે ઘડી કાઢેલી વ્યવસ્થા મુજબ હવે ડિજિટલ માધ્યમો અને પણ ઓથેન્ટિક બનાવવા માટે કોડ ઓફ ઈથીક્સને પાળવું કોઈએ તેવો મત વ્યક્ત થયો હતો.