ગુજરાતભરમાં સર્વ પ્રથમ વખત રાજકોટ જીલ્લાની આશરે 500 સ્વનિર્ભર શાળાના આચાર્યોને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડથી નવાઝવામાં આવનાર છે. તા. 12 જાન્યુઆરી 2024 ને શુક્રવારના રોજ સાંજે 04=00 કલાકે રાજકોટના રૈયા રોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે રાજકોટ જિલ્લાની 500 જેટલી ખાનગી શાળાઓના પ્રિન્સિપાલોને મહાનુભાવોના હસ્તે દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત કરવામાં આવશે.
500 આચાર્યોના સન્માનનું સ્વ. નિર્ભર શાળા સંચાલક મંડળનું રાજયમાં આગવી પહેલ
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા જણાવે છે કે કોઈપણ વિદ્યાર્થીની સફળતાની પાછળ જેમ શ્રેષ્ઠ શાળાનું યોગદાન હોય છે તેવી જ રીતે કોઈપણ શાળાની સફળતાની પાછળ તેના શ્રેષ્ઠ આચાર્યનું યોગદાન રહેલું હોય છે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સર્વ પ્રથમ વખત રાજકોટ જિલ્લાની 500થી વધારે શાળાના આચાર્યોને દ્રોણાચાર્ય એવોર્ડથી નવાઝવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રેષ્ઠ શાળા બનાવવામાં જેમનું યોગદાન હોય છે, જે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ સંચાલક વચ્ચે એક ઉત્કૃષ્ટ જોડાણનું કામ કરે છે અને જે શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કાર્યો માટેની જવાબદારી વહન કરતા હોય છે, તેમજ સારા આચાર્ય કે જે મળવા મુશ્કેલ હોય છે અને જેમને ભૂલવા અશક્ય હોય છે. એવા રાજકોટ જીલ્લાની જુદી જુદી સ્વનિર્ભર શાળાના આચાર્યોને સન્માનીત કરવાનો આ અનોખો પ્રસંગ રાજકોટને આંગણે યોજાવાનો છે. સમગ્ર શિક્ષણ જગતમાં પોતાના શિક્ષકો અને આચાર્યો માટે આદરભાવ અને સત્કારભાવ જળવાઈ અને શિક્ષકોનું સન્માન સમાજમાં હમેશા ઉત્કૃષ્ટ રહે એવા ઉદેશ્યથી આ દ્રોણાચાર્ય એવોર્ડનું આયોજન કરવામાં આવેલ છે.
આ એવોર્ડ સમારંભમાં ગુજરાત રાજ્યના શિક્ષણ જગત, સામાજિક જગત, રાજકીય જગત, ઔદ્યોગિક જગત, રમત ગમત ક્ષેત્ર અને મેડિકલ ક્ષેત્ર જેવા અનેકવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. રાજ્યના માન. શિક્ષણ મંત્રી ડો. કુબેરસિંહ ડીંડોર સાહેબ, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબને પણ ખાસ નિમંત્રણ અપાયેલ છે. સાથે શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ સાહેબ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ચેરમેન બી. એન. પાની સાહેબ, કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરીયા, ડો. ભરતભાઈ બોઘરા, શહેર ભાજપા પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટના તમામ ધારાસભ્યઓ ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢાડીયા, એઇમ્સના ડાયરેકટર પ્રો. ડો. કર્નલ સી ડી એસ કટોચ, મ્યુનિ કમી. ડો. આનંદ પટેલ, કલેકટર પ્રભાવ જોશી, પોલીસ કમિ. રાજુભાઈ ભાર્ગવ સાહેબ, મૌલેશભાઈ ઉકાણી, મનીષભાઈ માદેકા, વિક્રમભાઈ પુજારા, અનામિક શાહ, જ્યોતિન્દ્રભાઈ મહેતા, અર્જુનસિંહ રાણા, ગિજુભાઈ ભરાડ, ગુલાબભાઈ જાની, ભદ્રાયુ વછરાજાની, પ.પૂ. અપૂર્વમુની સ્વામી, પ.પૂ. નિખિલેશ્વરનંદ સ્વામી, પ.પૂ. પરમાત્માનંદજી સ્વામી, શૈલેષ સગપરીયા, જય વસાવડા, સાઈરામ દવે સહીતના અનેક મહાનુભાવો ખાસ આ તમામ સન્માનીત થતા આચાર્યોને પ્રોત્સાહીત કરવા માટે ઉપસ્થિત રહેશે. તમામ આચાર્યોને એવોર્ડની સાથે આકર્ષક સ્મૃતિ ભેટ પણ આપવામાં આવશે.
પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનાર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ જીલ્લાના પ્રમુખ ડી. વી. મહેતાની આગેવાનીમાં મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, મહામંડળના રાજકોટ ઝોનના પ્રમુખ જતીનભાઇ ભરાડ, મહામંત્રી અજયભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ ઝોનના ઉપપ્રમુખો, સંચાલક મંડળ ની કોર કમિટીના તમામ સદસ્યો, કારોબારી સમિતિના તમામ સદસ્યો તેમજ રાજકોટ જિલ્લાની તમામ શાળાના સંચાલકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.