ઉનાળાની ગરમીમાં હાલ ગુજરાત રાજ્ય ભરમાં પાણીની સમસ્યા ઉદ્દભવી રહી છે ત્‍યારે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન યોજના – ૨૦૧૮ અંતર્ગત લીંબડી સબ ડીવીઝનમાં પ્રાથમિક તબ્બકા માં શરુ થયેલ અગિયાર થી વધુ ગામડાઓના તળાવો ઉંડા કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છેWhatsApp Image 2018 05 12 at 12.01.52 PM

ત્યારે આજે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ના અગ્ર સચિવ એ. કૈલાસનાથન લીંબડી તાલુકાના રાસકા ગામ ની ટૂંકા જ સમયગાળા માં મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરેલ તેમજ સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કે. રાજેશ અને લીંબડી ડેપ્યુટી કલેકટર વી.કે.પટેલ, લીંબડી મામલતદાર આર.એલ.ચૌહાણ સાથે હાજર રહ્યા હતાં. તેમણે લીંબડી તાલુકાના રાસકા ગામનાં અગ્રગણીય લોકો તેમજ લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ રાણા સાથે મુલાકાત કરેલ અને કઈ કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે તેની જાત નિરીક્ષણ કરેલ.

WhatsApp Image 2018 05 12 at 11.59.24 AM

મુલાકાત દરમિયાન ચાલી રહેલ તળાવની કામગીરીથી ગ્રામજનો, ખેડૂતો સાથેની વાતચિત દરમિયાન તળાવ ઊંડા થવાથી પાણી નો સંગ્રહ શક્તિમાં વધારો થવા પામશે તેવું જાણવા મળેલ. અને વધુમાં આ કામથી નીકળતી માટીથી ગામ ના ખેડૂતો ના ખેતરો માં માટી પુરાણ તેમજ સાર્વજ્નીક કામો માટે ઘણો લાભ થશે. અત્રે નોંધનીય છે કે ગત ચોમાસામાં આ ગામો માં ભારે જમીન ધોવાણ થયું હતું તે પણ આ માટી પુરાણ થી ફાયદો થતા ખેડૂતોમાં આનંદ જોવા મળેલ હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.