બ્રિટિશ રોયલ ફેમિલીના ડ્યૂક પ્રિન્સ વિલિયમ્સની પત્ની કેટ મિડલ્ટને સોમવારે તેમનાં ત્રીજાં સંતાનને જન્મ આપ્યો. લંડનની સેન્ટ મેરી હોસ્પિટલમાંથી ડ્યૂક અને ડચેઝ તેમના ત્રીજાં સંતાનને લઇને બહાર આવ્યા તે સમયે હોસ્પિટલની બહાર રોયલ ફેમિલીના ચાહકો અને મીડિયાની ભીડ જમા થઇ હતી.
36 વર્ષીય કેટે હોસ્પિટલના પ્રાઇવેટ લિન્ડો વિંગમાં સવારે 6 વાગ્યે પ્રિન્સ ઓફ કેમ્બ્રિજને જન્મ આપ્યો. રોયલ ફેમિલીના નવા રાજકુમારના આ ફોટોગ્રાફ્સ મીડિયામાં રિલીઝ થયા બાદ વાઇરલ રહ્યા છે. હોસ્પિટલમાંથી બહાર આવતી વખતે મીડિયા સામે પ્રિન્સ વિલિયમ્સે જોક પણ કર્યો હતો. ત્રણ આંગળીઓ બતાવીને પ્રિન્સે કહ્યું કે, હવે ત્રણ ગણી મુસીબત વધશે.
પ્રિન્સ વિલિયમ્સની દીકરી ખરાં અર્થમાં પ્રિન્સેસ સાબિત થઇ
ઉલ્લેખનીય છે કે, પ્રિન્સ વિલિયમ્સ અને કેટ મિડલ્ટનનું આ ત્રીજું સંતાન છે. આ અગાઉ તેઓ પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ ચાર્લેટના માતા-પિતા છે. પ્રિન્સ વિલિયમ્સ ગઇકાલે તેમના બંને બાળકો સાથે સાંજે 5 વાગ્યા પહેલા હોસ્પિટલ આવ્યા હતા. ચાર વર્ષનો જ્યોર્જ મીડિયા અને ફેન્સની ભીડ જોતાં શરમાઇ ગયો હતો. જ્યારે અઢી વર્ષના ચાર્લેટે લોકોનું ખુલ્લાં મનથી અભિવાદન કર્યુ હતું.
Meet the new little Prince of Cambridge with his proud parents William and Kate! #royalbaby pic.twitter.com/nDHPAqxJan
— Rebecca English (@RE_DailyMail) April 23, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com