સદીના મહાન ‘પ્રિન્સ’ સદી ચૂકયા!
મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ અને બ્રિટન શાહી પરિવારમાં લાંબા સમય સુધી સેવા આપનાર પ્રિંસ ફિલિપનું 99 વર્ષની વયે અવસાન થયું છે.
તેમનો જન્મ ગ્રીફ શાહી પરિવારના સભ્ય તરીકે થયો હતો અને બ્રિટનની સૌથી લાંબી સેવા આપતા યુગલ શાસન દરમિયાન સમાપ્ત થયો છે. ફિલિપ મહારાણીને 65 વર્ષ સુધી મદદરૂપ રહ્યા હતા એટલે કે 65 વર્ષ સુધી પોતાની સેવા આપતા રહ્યા હતા તેઓ વર્ષ 2017માં જાહેર જીવનમાંથી નિવૃત થયા હતા અને ત્યારબાદ મોટાભાગે જાહેરમાં ઓછા જોવા મળતા હતા ફિલીપ આ વર્ષની શરૂઆત થઈ ત્યારથી એક મહિના સુધી હોસ્પિટલમાં હતા અને 16 માર્ચના રોજ વિન્ડસોર કેસ્ટન પરત ફર્યા હતા.
બાળપણ અને અભ્યાસ
ફિલિપ ગ્રીક રોયલ ફેમિલિના સભ્ય હતા તેમનો જન્મ ગ્રીસના કોર્ફ ટાપુમાં 10 જૂન, 1921માં થયો હતો. ગ્રીસે ત્યારે ગ્રેગોરિયન કેલેન્ડર ન અપનાવ્યું હોવાથી તેમની જન્મતારીખ 28 મે, 1921 દર્શાવવામાં આવે છે. બહેનોવાળા પરિવારમાં તેઓ સૌથી નાના અને એકમાત્ર દીકરા હતા. તેમના બાળપણના પ્રારંભીક દિવસો પ્રકૃતિને પ્રેમ કરવામાં પસાર થયાહતા પ્રિન્સનું શિક્ષણ ફ્રાન્સમાં શરૂ થયું હતુ. પણ સાત વર્ષની વયે તેઓ તેમના માઉન્ટબેટન પરિવારજનો સાથે રહેવા માટે ઈગ્લેન્ડ આવી ગયા હતા ત્યાં સરેમા તેમનું પ્રાથમિક શિક્ષણ થયું હતુ.
યુધ્ધ તોળાઈ રહ્યું હતુ ત્યારે પ્રિન્સ ફિલિપે સૈન્યમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ રોયલ એરફોર્સમાં જોડાવા ઈચ્છતા હતા. પણ તેમના માતાના પરિવારમાં વહાણવટાની પરંપરા હતી.તેથી તેઓ કાર્ટમાઉથની બ્રિટાનિયા રોયલ નેવલ કોલેજનાં કેડેટ બન્યા હતા.
કિંગ જયોર્જ પંચમ અને કવીમ એલિઝાબેશ કોલેજની મુલાકાતે આવ્યા ત્યારે પ્રિન્સ ફિલિપને બે યુવા રાજકુમારી એલિઝાબેથ તથા માર્ગારેટના એસ્કોર્ટ બનવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એ ઘટનાના સાક્ષીઓનાં જણાવ્યા મુજબ, પ્રિન્સે તેમા જબરો ઉત્સાહ દાખવ્યો હતો. એ મુલાકાતનો 13 વર્ષનાં રાજકુમારી એલિઝાબેથનાં મનમાં ગાઢ પ્રભાવ પડયો હતો.
ઓકટોબર 1942 સુધીમાં તેઓ રોયલ નેવીના નવયુવાન ફર્સ્ટ લેફટેનેન્સ પૈકીનાં એક બની ગયા હતા અને ડિસ્ટ્રોયર એચએમએસ વોલેરા પર ફરજ બજાવવા લાગ્યા હતા.
પતિ અને પિતા તરીકેની ભૂમિકામાં
ડયુક ઓફ એડિન બર્ગ તરીકે ઓળખ ધરાવતા ફિલિપ અને એલિઝાબેથ દ્વિતિયના વર્ષ 1947માં લગ્ન થયા હતા. અને બ્રિટનના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપી હતી. ફિલિપે પતિ તરીકે પોતાની પત્નીને ટેકો પૂરો પાડયો હતો. એક સર્વોપરી મહિલાના પતિ તરીકે પ્રિન્સ ફિલિપ પાસે કોઈ બંધારણીય હોદો ન હતો પણ તેમનાથી વધુ કોઈ રાજવીની નજીક નહોતું કે રાજવી માટે તેમનાથી વધુ મહત્વનું કોઈ નહોતું
રાજાશાહીને આધુનિક તથા સુવ્યવસ્થિત કઈ રીતે બનાવવી તેના સંખ્યાબંધ આઈડીયા ડયુક પાસે હતા. ડયુકને તેમના પારિવારિક મામલાઓમાં નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા હતી જોકે,તેમના બાળકોનાં નામના સંદર્ભમાં તેમણે પારોઠનાં પગલા ભરવા પડયા હતા.
ફિલિપને જ બાળકો પ્રિન્સ ચાલર્સ, પ્રિન્સેસ એન્નેથી, પ્રિન્સ એન્ડુ અને પ્રિન્સ એડવર્ડ તેમજ આઠ પૌત્રો અને 10 પૌત્ર-પૌત્રો છે.
જોનાથન ડિમ્બ્લેનાએ લખેલી પ્રિન્સ ચાર્લ્સની જીવનકથાનું પ્રકાશન થયું ત્યારે પ્રિન્સ ફિલિપ અને તેમના મોટા પુત્ર વચ્ચેના તંગ સંબંધની વાતો ફરી બહાર આવી હતી એડિનબર્ગના ડયુકે પ્રિન્સ ચાર્લ્સને લેડી ડાયેના સ્પેન્સર સાથે લગ્ન કરવા માટે ફરજ પાડી હોવાનું કહેવાય છે. તેમ છતા તેમના સંતાનોના લગ્ન જીવનમાં મુશ્કેલીનાં વર્ષોમાં એડિનબર્ગનાં ડયુક વધારે ફિકરમંદ રહ્યા હતા રાજવી પરિવારમાં પરણવાની પોતાની સ્મૃતિમાંથી કદાચ પાઠ ભણ્યા હોય તેમ સમસ્યાને સમજવાના પ્રયાસમાં તેઓ હંમેશા મોખરે રહ્યા હતા.