મોદીએ વ્યક્તિગત મોટી ખોટ બતાવી
પ્રધાનમંત્રી મોદીના આદ્યાત્મિક ગુરુ સ્વામી આત્મસ્થાનંદજીનું ૯૮ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે દુ:ખ વ્યકત કર્યુ હતું. તેમજ આ ઘટનાથી તેમના જીવનમાં વ્યકિતગત ખાલીપો લાવી હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ યુવાવસ્થામાં રામકૃષ્ણ મઠ અને મિશનનો મુખ્યકર્તા સ્વામી આત્માસ્થાનંદજી પાસેથી આદ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતું. સ્વામી આત્મસ્થાનંદજી ઘણા લાંબા સમયથી બિમાર હતા. તેમનું ગઇકાલે રાત્રે કલકત્તાની એક હોસ્૫િટલમાં બિમારીના કારણે નિધત થયું હતું. તેઓ ફેબ્રુઆરી ૨૦૧૫ થી વૃઘ્ધાવસ્થાના કારણે બિમારી હેઠળ સારવાર લઇ રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથીતેમની સ્થિતિ ગંભીર હતી. ગઇકાલે સાંજે ૫.૩૦ કલાકે રામક્રિષ્ન મિશન સેવા પ્રતિષ્ઠાનની હોસ્૫િટલ ખાતે તેમણે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. જેમની અંતિમ વિધિ આજ સવારે ૯.૩૦ કલાકે બેલુરમઠ ખાતેથી સંપન્ન કરવામાં આવી હતી.
મોદીજી એ યુવાન અવસ્થામાં બેલુર મઠમાં મુલાકાત કરી હતી ત્યારે તેમને અન્ય સ્થળે સ્વામી આત્મસ્થાનંદજી પાસેથી રાજકોટ ગુજરાત આદ્યાત્મિક માર્ગદર્શન માટે મોકલવામાં આવ્યા હતા. સી.એમ. મમતા બેનર્જીએ પણ તેમની આખરી સમય પહેલા જ બપોરે મુલાકાત કરી હતી. તેમના નિધન બાદ ન પુરી શકાય તેવા સારા વ્યકિતત્વ ન પુરી શકાય તેવા સારા વ્યકિતતત્વનો ખાલી પણુ ગણાવ્યુઁ હતું. આ આત્માસ્થાનંદજીનો જન્મ ૧૯૧૯માં સ્બજપુર, ઢાકા પાસે હાલ બાંગ્લાદેશમાં છે ત્યાં થયો હતો. તેમણે ૧૯૩૮માં સ્વામી વિનયનાનંદજી મહારાજ પાસેથી દિક્ષા મેળવી હતી. અને ૧૯૪૧માં બેલુર મઠ ખાતે ૨૨ વર્ષની ઉંમરથી જોડાયા હતા. તેઓ ૨૦૦૭માં રામકૃષ્ણ મઠના પ્રેસિડેન્ટ તરીકે ચુંટાયા હતા.
સ્વામી આત્મસ્થાનંદજીએ દેશ-વિદેશમાં મુલાકાતો કરી અને સંસ્થાની નવી પાંખો વધારીને રામકૃષ્ણના સંદેશાનો પ્રચાર કર્યો હતો. શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને વેદાંતના સંદેશોને મંત્રદિક્ષા બાદ ઠેર ઠેર પહોંચાડયા હતા. આદ્યાત્મિક ક્ષેત્રે તેમના યોગદાનને દેશ હમેશા યાદ રાખશે.