કોંગ્રેસ દ્વારા મતદાન વેળાએ અલગ અલગ 19 ફરીયાદો ચૂંટણી પંચ સમક્ષ રજુ કરાય
ગુજરાતમાં મતદાન કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મતદાન મથક સુધી ચાલીને જઇ રોડ–શો જેવો માહોલ ઉભો કર્યો હતો. જેની સામે કોંગેસ દ્વારા આચાર સંહિતા ભંગની ફરીયાદ નોંધાવી છે.
મતદાનના દિવસે વિવિધ મતક્ષેત્રમાંથી કોંગ્રેસ પક્ષના ક્ધટ્રોલ રૂમને મળેલી ફરિયાદ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી, વરિષ્ઠ નેતા બાલુભાઈ પટેલ, લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી, કન્વિનર નિકુંજ બલ્લરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન
નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલો રોડ–શો આદર્શ આચાર સંહિતાની તદ્દન વિરૂધ્ધમાં છે.
અમદાવાદ પૂર્વમાં નિકોલ વિસ્તારમાં ગેરરીતિ અંગેની ફરીયાદ મળી હતી. ઘાટલોડીયામાં આવેલ નાલંદા સ્કુલ રૂમ નંબર–2માં વી.વી.પેટમાં નાખેલા વોટની સ્લીપ દેખાતી નથી અને નીકળતી નથી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ વોટીંગનું જીવન પ્રસારણ કરીને મતદારોને પ્રભાવીત કરવામાં આવેલ છે. ખેડા લોકસભાના બે બુથ દસક્રોઈ 57 માં ગેરરીતિ અંગેની ફરિયાદ કરાય છે.
કાલંદરી મસ્જીદ પાસે લગાવવામાં આવેલ બેનર દ્વારા લઘુમિત સમુદાયના લોકોને વોટીંગ ના કરવાની ઝુંબેશના અનુસંધાને લાગેલ બેનર, અમદાવાદ પૂર્વે લોકસભાના એ.જી. ટીચર્સ સ્કુલમાં બુથ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા બી.એસ. પટેલે લોક પ્રતિનિધિ ધારાનો પાલન કરેલ નથી અને બુથમાં એજન્ટોને બેસવા દીધેલ નથી તેમજ કોંગ્રેસના વોર્ડ પ્રમુખને માર મારવામાં આવ્યો હતો.
અમદાવાદ પશ્ચિમ લોકસભાના મણીનગર બુથ નં. 231 અને 232માં ગેરરીતિ અંગેની ફરિયાદ
અમદાવાદ પશ્ચિમ શાહપુરની સ્કુલ નં. 7 અને 8, બુથ નં. 53માં પોલીસ કર્મચારી દ્વારા ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરવામાં આવેલ છે જે આદર્શ આચાર સંહિતાની વિરૂધ્ધ છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારના વેજલપુર બુથ નં. 226માં સંકલીતનગરમાં કાલુ ગરદન નામના જેલમાંથી છુટેલ અને તેના મળતીયાઓ દ્વારા બુથ નં. 226 પાસે વોટીંગ કરવા જતા મતદારોને રોકતા હતા.
જામનગરના હાલ ફરજ ઉપર એલ.સી.બી.ના પી.આઈ. લગરીયા દ્વારા પોતાના – સભાના દુરુપયોગ કરીને સત્તા પક્ષને ફાયદો પહોંચાડયા કોંગ્રેસના સમર્થકોની અટકાયત કરે છે.
તમામ પોલીંગ બુથ પર નિમાયેલ અધિકારીઓ વોટીંગ દરમ્યાન એજન્ટો દ્વારા ભાજપના નિશાન વાળી પેન તેમજ સાહિત્ય ઉપયોગ કરીને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરેલ છે.
ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ 42-વેજલપુર વિધાનસભા મત વિસ્તારના સંકલિતનગર પ્રાથમિક શાળા બુથ નં 222, 226, 232, 233, 289, 290, 291 વિગેરે ઉપર કાલુ ગરદન વિશે ગુંડા તત્વો દ્વારા મતદાન રોકવામાં આવેલ છે. તાત્કાલીક પગલા લઈ મતદાન ચાલુ કરાવવા 2જુઆત કરાય હતી.
કચ્છ લોકસભા મોરબી વિસ્તાર રોટરી નગર જુનુ નામ અહેમદનગરમાં મતદારોને ધમકી આપવાની ફરીયાદ મળી, ગાંધીનગર સંસદીય મત વિસ્તારઓ ત્રાગડ ગામના બુથ નં. 231 ઉપર બોગસ વોટીંગ થઈ રહ્યાં અંગે ફરીયાદ ઉઠી હતી.
ગાંધીનગર સંસદીય મતવિસ્તારના 42-વેજલપુર વિધાનસભામાં અસામાજીક તત્વો દ્વારા લઘુમતિ સમુદાયના લોકોને વોટ કરતા અટકાવવામાં આવે છે. તેવી ફરીયાદ મળી હતી.
બનાસકાંઠા લોકસભા મતવિસ્તારના રાધનપુર બુથ નં. 162 ઉપર ઇ.વી. એમ. ખોટવાયું હતુ.
ગાંધીનગર વાસણા ગામ બુથ નં. 14માં ભાજપના ધારાસભ્યના પતિ દ્વારા દોઢ કલાક મતદાન અટકાવતા, મતદાન માટે વધારાના સમયની માંગ સાથે ફરિયાદ મળી હતી જયારે
અમદાવાદ પશ્ચિમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની શાળાના બુથ નં. 7, 8 અને 55 આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ, પોલીસ પોતે જ ભાજપના પ્રચાર કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી.
મતદાનના સમય દરમ્યાન મળેલી ફરિયાદો અંગે ચૂંટણી અધિકારીઓનું કોંગ્રેસ પક્ષના લીગલ સેલના દરમ્યાન 20 થી વધુ વકિલઓની ટીમ દ્વારા યોગ્ય પગલાં ભરવા લેખિતમાં જાણ કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં સવારથી મતદાતાઓએ મોટી સંખ્યામાં મતદાન મથકની બહાર મતદાન કરવા માટે લાઈનમાં ઉભા હતા