પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન અસંગઠીત શ્રમયોગીઓ માટે પેન્શન યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના જીવંત પ્રસારણ નિહાળવા માટેનું આયોજન ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસો. સેલવાસ કમચારી ભવિષ્ય નીધી સંગઠન દ્વારા સંયુકત ઉપક્રમે સાંસદ નટુભાઇ પટેલ, કલેકટર કન્નન ગોપીનાથનની ઉ૫સ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ યોજનાનો શુભારંભ આખા દેશમાં સાથે દાદરા નગર હવેલીમાં પણ અમલ કરવામાં આવ્યો છે. જેમાં ૬૦ વર્ષની ઉમર બાદ શ્રમયોગિઓ માનસભર જીવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી પેન્શન યોજના અમલમાં લાવવામાં આવી છ. જેમાં ૧૮ થી ૪૦ વર્ષની ઉમર તેમજ માસિક ૧પ હજારની આવક ધરાવતા ઉમર અનુસાર પપ ‚પિયાથી લઇને ર૦૦ ‚પિયા સુધીનું પ્રિમીયમ ભરશે તો તેઓને ૬૦ વર્ષની ઉમર બાદ માસિક ૩ હજારનું પેન્શન મળશે. આ શુભારંભ અવસરે સાંસદ નટુભાઇ પટેલ, કલેકટર કન્નન ગોપીનાથના હસ્તે લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.