સમય અંતરાલે તમામ બેરેક તથા જેલોમાં ફોગીંગ તથા દરરોજ ફિનાઈલનાં કરવામાં આવે છે પોતા
જેલની સફાઈને લઈ તંત્ર દ્વારા રાખવામાં આવે છે ખાસ તકેદારી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સ્વચ્છતા અંગેની પહેલ હાથ ધરવામાં આવી છે તેને અનુસરવા પોલીસ તંત્ર દ્વારા ખુબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમ વાત કરવામાં આવે તો રાજકોટના તમામ પોલીસ મથકોના જે લોકઅપો છે તેને પૂર્ણરૂપથી સ્વચ્છ કરવા આવ્યા છે જેથી કેદીઓનું સ્વાસ્થ્ય પણ જળવાય રહે. આ માટે તમામ તકેદારી સાથો સાથ કેદીઓ પોતાની જવાબદારી સમજી પોતાના લોકઅપની સારસંભાળ અને ચોખ્ખાઈ રાખે તે માટે તંત્ર તેમને પ્રોત્સાહિત પણ કરી રહી છે.
વાત કરીએ તો લોકો સ્વચ્છતા અભિયાનને હાલ જોઈ એ રીતે ગંભીરતાપૂર્વક નથી લઈ રહ્યા ત્યારે ડિસીપ્લીન ફોર્સ તરીકે જાણીતી પોલીસ વિભાગ પોતાના કાર્યને બખુબી નિભાવી રહી છે. એવી જ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા જેલમાં તમામ કેદીઓ પોતાના બેરેકને સફાઈ સમયાંતરે કરતા રહેતા હોય છે જેનો તેઓને રોકડ રકમ પણ મળે છે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે તથા તેમની નૈતિક ફરજ વિશે જાગૃતતા પણ કેળવાય તે જેલ પ્રશાસનની નેમ છે.
આપણે સૌ જાણીએ છીએ કે, દેશવાસીઓ માટે પોતાનો પ્રથમ ધર્મ સ્વચ્છતા હોવી જોઈએ તે પછી ભલે શરીરની હોય, ઘરની હોય, મહોલ્લાની હોય, રાજયની હોય કે પછી દેશની હોય પરંતુ કયાંકને કયાંક સ્વચ્છતા જાળવવા લોકો નિષ્ફળ રહ્યા છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાનાં હિમાયતી હતા. સ્વચ્છતા રાખવાનું ઉદાહરણ પુરુ પાડવા પોલીસ તંત્રએ પોતાની કમર કસી લીધી છે.
જી હાં વાત કરીએ, રાજકોટ ખાતે પોલીસ વિભાગ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં આવેલા લોકઅપની સ્વચ્છતા ઉપર ખરાઅર્થમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. અબતક ટીમ દ્વારા ઓચિંતા મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે, તમામ પોલીસ મથકનાં લોકઅપ પૂર્ણરૂપથી સ્વચ્છ રાખવામાં આવે છે સાથો સાથ સફાઈમાં મદદરૂપ થનાર કેદીઓને કે જે બેરકમાં રહે છે તેને રોકડ રૂપિયા આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.
વાત કરીએ રાજકોટ શહેર પોલીસ મથકની તો શહેરમાં આવેલા તમામ લોકઅપમાં સફાઈનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જેમાં તમામ લોકઅપમાં આવેલા ટોઈલેટની સફાઈ સફાઈ કામદાર દ્વારા કરવામાં આવે છે. સાથો સાથ લોકઅપમાં ફિનાઈલનાં પોતા પણ કરવામાં આવે છે. જેથી કેદીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે. સવિશેષ વાત કરીએ તો કોર્પોરેશન દ્વારા ફોગીંગ પણ કરવામાં આવતું હોય છે. નિયત સમય પર તથા ડીડીટીનો છંટકાવ પણ કરવામાં આવે છે. જેથી કોઈપણ પ્રકારનાં રોગ કેદીઓને અથવા અન્ય લોકોને ન લાગે.
એવી જ રીતે વાત કરીએ તો રાજકોટ જીલ્લા જેલની તો રાજકોટ જીલ્લા જેલના કેદીઓના સ્વાસ્થ્યને લઈ પુરી કાળજી રાખવામાં આવે છે. આશરે ૫૬ જેટલી બેરકોની સફાઈ કેદીઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં કેદીઓને સફાઈ કામદાર તરીકે નિમણુક અપાઈ છે અને દર મહિને ૨૫ જેટલા કેદી સફાઈ કામદારોને ૨૦૦૦ રૂપિયા પોતાની કામગીરી માટે આપવામાં આવે છે.
જેથી કેદીઓનું ગુજરાણ પણ ચાલે અને સ્વચ્છતા માટે જાગૃતતા પણ આવે. તમામ બેરકોમાં આખા દિવસમાં બે વખત ફિનાઈલનાં પોતા કરવામાં આવે છે અને ટોઈલેટની પણ સફાઈ કરવામાં આવે છે જે બેરેકની અંદર હોય છે તેની ચકાસણી જેલનાં અધિકારીઓ દ્વારા દરરોજ કરવામાં આવે છે. દર ૧૫ દિવસે કોર્પોરેશન દ્વારા બેરકની અંદર તથા બેરકની બહાર ફોગીંગ કરવામાં આવે છે.
વાત કરીએ તો જીલ્લા જેલમાં દવાખાનું પણ છે જેમાં બે ડોકટરો પણ છે જે નિયત સમય પર કેદીઓનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. જેલમાં આવેલા રસોડાનું પણ રંગરોગાન દર બે મહિને હાથ ધરવામાં આવે છે જે જમવાનું કેદીઓ માટે બનાવવામાં આવે છે. તેની ચકાસણી જેલર, ડોકટરો તથા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.
રાજકોટ જીલ્લા જેલનાં દરેક બેરેકમાં ડસ્ટબિનની પણ સુવિધા રાખવામાં આવી છે. વધુમાં વાત કરીએ તો દર ગાંધી જયંતી નિમિતે અધિકારી, સ્ટાફ તથા કેદીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વખતો વખત અનેક સેવાકીય સંસ્થા દ્વારા ઉકાળા અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.
આ તમામ મુદાઓને ધ્યાને લેવામાં આવે તો એક વાત સ્પષ્ટ થાય છે કે, ભલે કોઈપણ ગુન્હામાં આવેલો આરોપી સજા ભોગવી રહ્યો હોય તેમ છતાં પણ પોલીસ તંત્ર દ્વારા તેની સાર સંભાળ લેવામાં આવે છે. જે તંત્રની સરાહનીય કામગીરી કહેવાય અને આ અન્ય લોકો માટે એક ઉદાહરણ પણ છે જેને લોકોએ અનુસરવું જોઈએ.
લોકઅપની સ્વચ્છતા માટે પોલીસ સદાય તત્પર: ડીસીપી રવિ મોહન સૈની
લોકઅપની ચોખ્ખાઈને લઈ રાજકોટ શહેર ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈનીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે પહેલ હાથ ધરવામાં આવી છે તે અનિવાર્ય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર દ્વારા પોલીસ મથકનાં જે લોકઅપ છે તેની સ્વચ્છતા જાળવવા માટે પોલીસ તંત્ર સદેવ તત્પર રહે છે પછી કોઈ પણ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રકચર હોય તેની સ્વચ્છતા અનિવાર્ય છે ત્યારે લોકઅપની પણ સ્વચ્છતા જાળવવા તે પોલીસ તંત્રનું કર્મ છે જેને તે બખુબી નિભાવે છે.
જિલ્લા જેલ