સંવાદશ્રેણીમાં કાર્યકર્તાઓને જોડાવવા અનુરોધ કરતાં ભાજપ અગ્રણીઓ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ દ્વારા જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સિઘ્ધિઓથી ભરપુર ૪ વર્ષ પૂર્ણ થયા હોય ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું હોય તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંવાદ શ્રેણી અંતર્ગત વડાપ્રધાન જે યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી, દુરદર્શનના પ્રસારણ તેમજ નરેન્દ્ર મોદી એપના માધ્યમથી સંવાદ કરવાના છે જેના ભાગરૂપે તા.૫ જુન સવારે ૯:૩૦ પ્રધાનમંત્રી આવાસ યોજના, તા.૬ જુન સવારે ૯:૩૦ કલાકે અટલ ઈનોવેશન મિશન, તા.૭ જુન સવારે ૯:૩૦ જન ઔષધિ પરિયોજના, સસ્તી અને ગુણવતાયુકત સ્વાસ્થ્ય યોજના જેવી કે કેએનઈઈ ઈમ્પ્લાન્ટ વિશે, હૃદયમાં વાલ્મ મુકાવવું, ડાયાલિસીસ વગેરેની સસ્તી સારવાર, તા.૮ જુન, સવારે ૯:૩૦ કલાકે પ્રધાનમંત્રી જીવનજયોતિ તેમજ જીવન સુરક્ષા યોજનાઓ વિશે સંવાદ કરશે.
વધુમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે તેમજ અન્ય યોજનાઓ સાથે સંકલનથી પાણી, વિજળી, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ લાભાર્થીને મળશે. તેમજ અટલ ઈનોવેશન મિશન યોજના અંતર્ગત યુવાનોને ઉધોગ શરૂ કરવા વ્યાપક સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. તેમજ જન ઔષધી યોજના હેઠળ દર્દીઓને મોંઘીદાટ દવાઓ સાવ સસ્તા ભાવે ઉપલબ્ધ બની રહી છે અને સસ્તા ભાવે ઉચ્ચ સારવાર મળી રહી છે ત્યારે આ સંવાદશ્રેણીમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો હતો.