અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક ૨ લાખ સ્કવેર મીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે ઉમીયાધામ
અમદાવાદની કડવા પાટીદાર કોમ્યુનિટી દ્વારા વિકસાવાયેલા ઉમિયાધામને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉમિયા ધામનું નિર્માણ રૂ.૧૦૦૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજયભરમાં માં ઉમિયા યાત્રાની સફળતા બાદ કડવા પાટીદારો દ્વારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉમિયા ધામના ખાતમુહૂર્ત માટે આમંત્રણ આપ્યું હતું.
અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલુ ઉમિયાધામ ૨ લાખ સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. વિશ્વ ઉમિયા ફાઉડેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉમિયાધામ મંદિરનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરાવવાનું અમા લક્ષ્ય છે.
અમારા આમંત્રણને માન આપીને વડાપ્રધાને ખાતમુહૂર્તમાં પધારવા માટે હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે. અમે હાલ ઈવેન્ટ માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યાં છીએ પરંતુ ફાઈનલ તારીખો હજુ નકકી કરવામાં આવી નથી. છેલ્લા એક મહિનાથી વીયુએફ રાજયભરમાં ઉમિયા યાત્રાનું આયોજન કરી રહ્યું છે.