Abtak Media Google News

ગુજરાતના 51931 બુથના કાર્યકરોને મળશે નરેન્દ્રભાઇ મોદીનું માર્ગદર્શન: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ પણ જોડાશે

લોકસભાની  સામાન્ય ચુઁટણીના આડે હવે નવ માસથી પણ ઓછો સમય ગાળો રહ્યો છે ત્યારે કેન્દ્રમાં સતત ત્રીજી વખત સ્પષ્ટ બહુમતિ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ભાજપની સરકાર બને તે માટે ભાજપ દ્વારા પુરજોશમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશભરમાં ભાજપના 10 હજારથી વધુ કાર્યકરોએ વર્ચ્યુઅલી સંબોધશે.

ગત મહિને કેન્દ્રની એનડીએ સરકારને નવ વર્ષ પૂર્ણ થતાં નો સાલ બે મિસાલ અંતર્ગત ભાજપ દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના મંત્રી, રાજય સરકારના મંત્રી, સંગઠનના હોદેદારો, સ્થાનીક નેતાઓ દેશની જનતા વચ્ચે જઇ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નવ વર્ષની કારગીરીનો રિપોર્ટ આપી રહ્યા છે. હાલ ગુજરાતમાં 18ર બેઠકોના 51931 બુથ પર ભાજપના કાર્યકરો ઘર ઘર સંપર્ણ અભિયાન ચલાવી રહ્યા છે જે આવતીકાલે સુધી ચાલશે.

દરમિયાન  આવતીકાલે સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાજપના 10 લાખ કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. ગુજરાતના 51931 બુથના કાર્યકરો પણ પીએમના આ સંબોધનને સાંભળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ આ સંબોધનમાં સામેલ થશે આ ઉપરાંત ભાજપના તમામ ધારાસભ્યો, લોકસભાના સાંસદ, રાજયસભાના સાંસદ, મંત્રી મંડળના સભ્યો, સંગઠનના હોદેદારો, જિલ્લા અને મહાનગરોના સંગઠનના હોદેદારો પણ સામેલ થશે.

લોકસભાની આગામી ચુંટણીમાં 400 થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ દ્વારા ચુંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતમાં તમામ ર6 લોકસભા બેઠક પર મહાસંમેલન યોજાઇ રહ્યા છે. તમામને જવાબદારી સૌપી દેવામાં આવી છે. ગઇકાલથી રાજયના તમામ 51931 બુથ પર કાર્યકરો દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે. જે આવતીકાલે પૂર્ણ થશે ત્યારબાદ અન્ય સંગઠાત્મક કાર્યકરો જાહેર કરવામાં આવશે દરમિયાન આવતીકાલે વડાપ્રધાનના વર્ચ્યુઅલી સંબોધનને લઇ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન દ્વારા આવતીકાલે ભાજપના કાર્યકરોને સંગઠનને મજબુત બનાવવા માટેનું હોમવર્ક આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.