- ગુલામી બાદ દેશ વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો એ સમયે ભગવાન સ્વામિનારાયણે દેશ અને સમાજને નવી ઊર્જા આપી હતી: નરેન્દ્ર મોદી
- લક્ષ્મીનારાયણ દેવજી દ્વિશતાબ્દી મહોત્સવ હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયને સુગમતા આપનારૂ દ્વારકેશ લાલજી
સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલ ખાતે લક્ષ્મીનારાયણ દેવની શતાબ્દી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહોત્સવમાં વર્ચ્યુલી જોડાઈને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના રૂપિયા 200 ના ચાંદીના સિક્કા કોમોડિટીવ કોઈન નું અનાવરણ કરવામાં આવ્યું હતું. મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું કે, આ સિક્કો પ્રસંગને આવનારા દિવસોમાં યાદ કરાવશેતમામને દ્વિ – શતાબ્દી સમારોહના અભિનંદન. સિક્કો આ પ્રસંગને આવનારા દિવસોમાં યાદ કરાવશે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે મારો ખૂબ જૂનો સંબંધ છે આ સંબંધ આત્મીય આધ્યાત્મિક અને સામાજિક છે ગુજરાતમાં હતો ત્યારે મેં મન ભરીને સંતોનું સાનિધ્ય માણ્યું હતું ,હું એ દિવસો મન ભરીને માણતો હતો. અને આ ક્રમ હજુ પણ યથાવત છે આજે વ્યક્તિગત જવાબદારી અને વ્યસ્તતાના કારણે હું પ્રસંગમાં હાજરી આપી શકયો નથી, પણ હૃદયથી સૌની વચ્ચે છું, ગુલામી બાદ દેશ વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો એ સમયે ભગવાન સ્વામિનારાયણ દેશ અને સમાજને નવી ઊર્જા આપી હતી અને સંતોએ ધર્મની સાથે સાથે સંસ્કૃતિ અને આપણો અસ્તિત્વની ઓળખ પુન આપી
આ દિશામાં શિક્ષાપત્રી અને વચનામૃતનું મોટું યોગદાન છે.
વડતાલ ધામ માનવતાની સેવા અને યુગનિર્માણનું અધિષ્ઠાન છે. સેવાના અનેક પ્રકલ્પ ચાલી રહ્યા છે. વડતાલના ભક્તોએ મને ક્યારેય નિરાશ નથી કર્યો. મેં કહેલી વાતને વડતાલના ભક્તોએ હંમેશા માની છે. મેં ’એક પેડ મા કે નામ”નું આહવાન કર્યું હતુ. સ્વામિનારાયણ પરિવારે એક લાખથી વધુ વૃક્ષારોપણ કર્યુ. સંતોએ માનવોને જીવનના ઉદ્દેશનો સાક્ષાત્કાર કરાવ્યો જે ઉદ્દેશ માટે આખો સમાજ, દેશ એક થાય તો તે પૂર્ણ થાય જ. આખા દેશ સામે લક્ષ્ય છે વિકસિત ભારતનુ. આ સંપ્રદાયને આગ્રહ છે કે આ ઉદ્દેશમાં લોકોને જોડે. દેશના દરેક વ્યક્તિએ વિકસિત ભારતના ઉદ્દેશને જીવવાનો છે. જે જ્યાં છે ત્યાંથી પોતાનું યોગદાન શરૂ કરે. વિકસિત ભારતની પહેલી શરત છે આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારત આપણે જાતે જ બનાવવું પડશે. વોકલ ફોર લોકલથી આત્મનિર્ભર ભારતની શરૂઆત થશે. વિકસિત ભારત માટે દેશની એકતા, અખંડિતતા જરૂરી. કેટલાક લોકો સમાજને જાતિ, ધર્મ, ભાષામાં વહેંચે છે. દેશવિરોધીઓની આ ચેષ્ટાની ગંભીરતાને સમજવી જોઇએ. આપણે આવા કારનામાઓને હરાવવા જ પડશે. ભગવાન સ્વામિનારાયણે શીખવ્યું કે યુવાનો રાષ્ટ્રનિર્માણ કરી શકે. વિકસિત ભારત માટે યુવાનો સશક્ત હોવા જોઇએ. અમારો મંત્ર છે વિકાસ પણ, વિરાસત પણ. અયોધ્યામાં 500 વર્ષ બાદ એક સપનું પૂર્ણ થયુ. 500 વર્ષ સુધી કેટલાય લોકોએ બલિદાન આપ્યા. કાશી, કેદારનું કાયાકલ્પ પણ એક ઉદાહરણ. પાવાગઢમાં 500 વર્ષ બાદ ધર્મધ્વજા ફેલાવાઇ. મોઢેરાના સૂર્યમંદિર, સોમનાથમાં નવી ચેતના, નવી ક્રાંતિ. નો ઉદય થયો છે જે ભારત વર્ષની સિદ્ધિ ગણાશે
મહોત્સવમાં ગઈકાલે પંચ 10 નામ જુના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરી આવ્યા હતા તેમણે મંદિરમાં વિરાજી દેવો સમક્ષ શીશ જુકાવયું હતું તેમનુંસભા સ્થળે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ દ્ભરારા સ્વાગત કરવામાં આવ્યું હતું
પંચદશનામ જુના અખાડાના આચાય મહામંડલેશ્ર્વર સ્વામી અવધેશાનંદ ગીરીજી જણાવ્યું કે, ભગવાન સ્વામીનારાયણ દ્વારા સ્થાપિત લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠાના ર00 વર્ષે યોજાઇ રહેલા દ્રિશતાબ્દી મહોત્સવમાં હું આવીને અભિભૂત છું. હિન્દુ ધર્મ સંસ્કૃતિ તેના વિચાર અને પરંપરા અહીં સંરક્ષિત છે. અહીં અન્ન, અક્ષર અને ઔષધિના કાર્યક્રમ અત્યંત ગતિમાન છે. સાધન હીન બંધુઓ માટેના હિત માટેની પ્રવૃતિઓ અહીં સંચાલીત છે.
અહીં વૈદિક પરંપરાઓ જીવંત છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને તેની સંવેદના અહીં નિરંતર સંરક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે આખા વિશ્વમાં કલેશ, અશાંતિ અને ઉન્માદ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કંઈક ઉપદેશ અને સંદેશ મંદિર અને મઠમાં જ મળશે. હું આનંદિત છું કે અહીંના સંતો, ભક્તો અને ગ્રહસ્ત નીતિ-નિયમ અને મર્યાદાઓનું પાલન કરી રહ્યા છે.
વૈષ્ણવ સંપ્રદાયના 108 વલ્લભ કુળભુષણ દ્વારકેશલાલજી મહારાજે તેમના વકતવ્યમા જણાવ્યુ હતુ કે, જે દેવાધીદેવની પ્રતીષ્ઠાના આજે 200 વર્ષ પુરા થયા છે અને વડતાલ ગુજરાતની પાવન ભૂમિ બની છે એવા સૌ પ્રથમ લક્ષ્મીનારાયણદેવના યુગલ પાદ પંકજોમા મારા ખૂબ ખૂબ સદૈન પ્રણીપાત છે,
યોગગુરૂ બાબા રામદેવે સૌ પ્રથમ મંદિરમાં વિરાજિત દેવોના દર્શન કર્યા હતા. ત્યાર બાદ વડતાલ ગાદીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને મુખ્ય કોઠારી સંતવલ્લભદાસ સ્વામી તથા અન્ય સંતો સાથે હરિમંડપમાં શિક્ષાપત્રી જ્યાં લખાઈ હતી તેની મુલાકાત લીધી હતી. આ પછી સભા મંડપમાં વડતાલ પિઠાધીપતી- આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સંતો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પછી બાબા રામદેવે ઉપસ્થિત ભક્તોને યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે, વડતાલ લક્ષ્મીનારાયણદેવ દ્રિશતાબ્દી મહોત્સવ આ એક મોટો મહાકુંભ છે અને આ સંસ્કૃતિનો મહાપર્વ છે.
ગુજરાત મારી યોગની કર્મભૂમિ છે. ત્યારે મેં 30 વર્ષ પહેલા શિક્ષાપત્રીનો અભ્યાસ કર્યો છે. શિક્ષાપત્રી વાંચ્યા પછી જ મને ગુજરાતી બોલતા આવડયું છે.
હિંદુ ધર્મસભાના જનરલ સેક્રેટરી તેમજ રાજકોટ અમદાવાદ અને વડોદરા ખાતે આવેલ આર્ટ્સ વિધ્યા મંદિરના સ્થાપક પરસાત્માનંદ સરસ્વતીજી એ કહ્યું હતું : કે, સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલમા વિરાજિત લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પર્વે અહીં પ્રણામ કરુ છુ આપણી સબાલખી ગૌરવશાળી પરંપરાને જે રીતે પવિત્રતા, ત્યાગ અને ગુરુ કતે, શરણાગતિ સાથે લગવાર શ્રીકૃષ્ણની ભકિતનો એક વૈષ્ણવ પરંપરાનું એક મોટું અનુષ્ઠાન આ ઘરતીથી સ્વર્ગ ભગવાને પ્રારંભ કર્યો આજે તે અનુષ્ઠાન આખા વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે.
ગુજરાતના પનોતપુત્ર અને જે સ્વામિનારાયણ સંપ્રદાય માટે અતૂટ લાગણીઓ ધરાવે તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલી જોડાયા ત્યારે ડો, સંતવલ્લભદાસજી એ સમગ્ર સંપ્રદાય વતી સ્વાગત અભિવાદન કર્યાં હતા.
આ મહોત્સવમાં હિંદુ ધર્મ સભાના પવિત્ર ભારતવર્ષના સંતોની સવિશેષ ઉપસ્થિત રહી હતી જેમા પદ્મશ્રી સદગુરૂ પૂજ્ય બ્રહ્મશાનંદજી આચાર્યસ્વામી – ગોવા તેમજ આચાર્ય કૃષ્ણપ્રણામી સંપ્રદાયના પુજયપાદ ક્રિષ્નમણીજી મહારાજની, વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંયોજક દિનેષ ચંદ્રજી વિગેરે સંતો મહંતોને ર નૌતમ સ્વાધી. ડબાલ સ્વામી, પૂ. સંતવલ્લભ સ્વામી, પૂ. દેવપ્રકાશસ્વામી, પૂ. બાપુ સ્વાગી, પૂ. હરિવલ્લભ
સ્વામીએ ફૂલહાર પહેરાવી, સપ્રેમ ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી તેમ ડો. સંત વલ્લભજીદાસજી સ્વામી અને ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીએ જણાવ્યું છે.
વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંતોના લીધા આશિર્વાદ
વડતાલ સ્વામિનારાયણ મંદિર ધામ ખાતે લક્ષ્મીનારાયણ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાઈવ ડિજિટલ સંબોધનમાં ખાસ ઉપસ્થિત રહી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સહિતના સંતો ના સાનિધ્યમાં તમામ સંત ગણોના આશીર્વાદ મેળવી ધન્ય થયા હતા
વડતાલ સિકકામાં ભારતની રાજમુદ્રા સાથે વડતાલની પ્રતિકૃતિ
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ વડતાલ સંસ્થા જ્યારે 200 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તેની જાણ અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કરી હતી. તેમના વિવિધ વિભાગો દ્વારા એક ઐતિહાસિક સ્મૃતિરૂપ શું થઈ શકે તેની શોધ કરતાં અમારા વડીલો દ્વારા એવો નિર્ણય કર્યો કે, શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો બનાવડાવામાં આવે.આ પછી સ્નેહી પંકજભાઈ દેસાઈ અને દેવુસિંહ ચૌહાણ ખાસ તાર-ટપાલ, વ્યવહારના મંત્રી હતા તે વખતે ગોષ્ઠી થઈ હતી અને એમણે કહ્યું હતું કે, અમે બનતી મહેનત કરીશું. આમ પેપરવર્ક શરૂ કર્યું. જેમાં ઘણાં વિભાગો હેલ્પફુલ થયા હતા અને રીતસર જેવી રીતે ચલણ બહાર પડે એવું સેન્ટર ગવર્મેન્ટ દ્વારા આ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ કે, તેમના દ્વારા આ શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો પ્રસિદ્ધ થયો. આ સિક્કામાં એક બાજુ ભારતની રાજ મુદ્રા અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ છે. આનાથી સતસંગીઓ ગૌરવ અનુભવે છે. વડતાલના સમગ્ર હરિભક્તો, સંતો અને આચાય અભિનંદન પાઠવે છે.