પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે વિરાટ સ્વામિનારાયણનગરમાં વિવિધ વિભાગોમાં સંતોનો અનોખો સેવાયજ્ઞ
રાજકોટના આંગણે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના૯૮મા જન્મજયંતી મહોત્સવને હવે ફક્ત ૭ દિવસ રહ્યા છે ત્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના દેશ-પરદેશના સંતો વિવિધ વિભાગોમાં સેવામાં જોડાયેલા છે.
છેલ્લા બે મહિનાથી વિરાટ સ્વામિનારાયણ નગરમાં ૪૦૦થી અધિક સંતો અને ૪૦૦૦થી અધિક સ્વયંસેવકો ઉત્સાહથી દિવસ-રાત મહેનત કરી સેવામાં જોડાઈને મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.
આ સેવામાં વિવિધ વિભાગોમાં ૪૦૦થી અધિક સંતો જોડાયેલા છે જેઓ ડોક્ટર્સ, એન્જીન્યર, પાયલટ, મેનેજમેન્ટ, ક્રિકેટર જેવી ઉચ્ચ કારકિર્દીનો ત્યાગ કરી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના જીવનથી પ્રેરાઈને ત્યાગાશ્રમ ગ્રહણ કરી કઠીન સાધના સાથે સેવામાં જોડાયા છે.
મહોત્સવ નિમિત્તે વિવિધ સેવા વિભાગોમાં જોડાયેલ સંતો:
- લંડનથી ઇકોનોમિકસનો ઉચ્ચ અભ્યાસ કરેલપૂજ્ય નિર્ગુણપુરુષ સ્વામી અહીં મહોત્સવના ડેકોરેશન વિભાગમાં સેવા આપે છે.
- મુંબઈના પૂજ્ય પુરંજન ભગતIT એન્જીનીયર છે તેમજ MBAનો અભ્યાસ કરીને ઉચ્ચ પગાર ધોરણને ત્યાગીને સાધુ થયા છે.
- અમેરિકાના ડલાસના વતની પૂજ્ય અનિકેતમુનિ સ્વામી ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગનો ઉચ્ચ અભ્યાસ કરીને વિશ્વવિખ્યાત ‘Intel’કંપનીમાં નોકરી કરતા, તે છોડીને દિક્ષા લીધી હતી.
- લંડનની ઓક્સફર્ડ યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએટ થયેલા પૂજ્ય પરમવિવેક સ્વામીજેઓ દર મહિને ૭ ઉપવાસ કરી મહોત્સવમાં કોમ્પ્યુટર વિભાગમાં સેવા આપે છે.
- અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સીટીમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવનાર પૂજ્ય સુશીલમુનિ સ્વામીજેઓ એટલાન્ટાના નિવાસી છે અને તેઓએ ખૂબ જ ઉચ્ચ પગાર ધોરણ છોડીને પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તેદીક્ષા લીધી હતી.
- અમેરિકાના ફિલાડેલ્ફિયાની મેડીકલ કોલેજમાં પ્રવેશ મળતો હતો પણ તે જતું કરીને પૂજ્ય આસ્તિકમુનિ સ્વામી અહીં મહોત્સવમાં ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ વિભાગમાં સેવાઓ આપે છે.
- પૂજ્ય દિવ્યનિકેત સ્વામી કેનેડાથી પાયલટનો અભ્યાસ કરીને ખુબ જ ઉચ્ચ સેલેરી સાથે નોકરી કરતા હતા અને તેનો ત્યાગ કરીને દીક્ષા લીધી છે.
- પૂજ્ય વેદનયન સ્વામી MBBS ડોક્ટર છે અને મહોત્સવના મેડીકલ વિભાગમાં સેવા આપે છે.
- પૂજ્ય સરલચિત સ્વામી, ડેનટીસ્ટ છે અને ઉજ્જવળ કારકિર્દીનો ત્યાગ કરીને સાધુ થયા છે.
- પૂજ્ય વત્સલમૂર્તિ સ્વામી, અમેરિકાના ન્યુયોર્કના વતની છે અને પરિવારના બધા સભ્યો ડોક્ટર છે તે પોતે સાયકોલોજીસ્ટ છે, પ્રમુખસ્વામી મહારાજના હસ્તેદીક્ષા લીધી હતી.