પ્રજાના નાણાનો વેડફાટ, અધિકારીએ પી.એમ.ની સેવામાં તલ્લીન : વિપક્ષી નેતા વશરામ સાગઠીયાનું ધગધગતું આવેદન
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૯ના રોજ રાજકોટ ખાતે ‘નર્મદા નીરના વધામણા’ કરવાના બહાને પધારી રહ્યા છે નર્મદાનું નીર રાજકોટને મળતા હોય તો આવકાર્ય છે પરંતુ વડાપ્રધાનની વ્યક્તિગત પ્રસિદ્ધિની ભુખ અને પક્ષના રાજકીય પ્રચાર સમાં આ કાર્યક્રમના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રજાજનોને અનેક બાબતે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. તેમ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યુ હતુ કે વડાપ્રધાન ‚ટ અને સભા સ્થળોની આસપાસ જ સફાઇ, રોડ રસ્તાના રીપેંરીંગ સહિતના કામો લાખોના ખર્ચે થાય છે અને તે પણ હંગામી ધોરણેજ થાય છે આવા કામો આખા રાજકોટ શહેરમાં અને કાયમી ધોરણે કેમ થતા નથી?
વડાપ્રધાનના ‚ટ ઉપર અને કાર્યક્રમ સ્થળોની આસપાસ આડેધડ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. માત્ર થોડા સમયના કાર્યક્રમ માટે આ રીતે વૃક્ષોનું નિકંદન કાઢી શહેની હરિયાળીને નુકશાન કરવું એ કેટલી હદે વ્યાજબી છે.?
કોઇ ધાર્મિક કે સામાજીક કાર્યોમાં મંડપ માટે લોકો દ્વારા જ‚ર નાના સરખા ખાડા કરવામાં આવે તો પણ લોકોને હેરાન કરતુ મનપાનું તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમમાં કરવામાં આવતા મોટા અને નુકશાન કારક એવા ૨,૨૦૦ ખાડાઓ કરવામાં આવ્યા આ કેટલી હદે વ્યાજબી છે ?
વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે મોટા નેતાઓ વ્હાલા થવાની લ્હાયમાં મનપાના ભાજપી શાશકો શહેરમાં ડેકોરેશન કરવવા નીકળ્યા છે. અને પ્રજાના પૈસાનો આવો વેડફાટ શા માટે ? ડેકોરેશનમાં મનપા દ્વારા કેટલો અને સરકારશ્રી દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવેલ છે તે જણાવશો.
લોકડાયરા જેવા કાર્યક્રમો કરીને ભાજપી શાશકો પ્રજાના નાણાના ભોગે પોતાના પક્ષનો જ પ્રચાર કરે છે જે નૈતિક રીતે જરાપણ યોગ્ય નથી.
વડાપ્રધાનો કાર્યક્રમ હોય અને પ્રોટોકોલ મુજબ સરકારી અધિકારઓ તેમાં શામેલ થાય તે સમજી શકાય પરંતુ માત્ર એક વ્યક્તિની પ્રસિદ્વિ માટે તથા શાશક પક્ષ ભાજપના જ ગુણગાન ગાતા કાર્યક્રમોમાં જવાબદાર અધિકારીઓ ભાજપના કાર્યકરની ભુમિકા ભજવે અને શાશક પક્ષના ઇશારે જ તમામ કામગીરી કરે તે કેટલું યોગ્ય છે?
અધિકારીઓ પોતાની ‚ટીન કામગીરી કરતા નથી અને પોતાની ઓફિસમાં હાજર રહેતા નથી જેના કારણે હજારો અરજદારોને હાલાકી ભોગવવી પડે છે.
નર્મદાના નીર રાજકોટને મળે તો કોંગી પણ રાજી છીએ અને આના કારણે લોકોની પાણીના પ્રાણ પ્રશ્નની સમસ્યા ખરેખર કાયમી હાલ થાય તો અમો પણ શાશકોને અભિનંદન આપવા તૈયાર છીએ, પરંતુ આ અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પણ નર્મદા નીરના વધામણા કર્યા જ હતા હવે ૨૨ વર્ષ પછી તેનું પુનરાર્તન કરી નર્મદાનના નીરના નામે માત્ર ચુંટણી લક્ષી પ્રચાર જ કરવામાં આવે છે.
નર્મદાના નીરની મોટીમોટી વાતો કરતા ભાજપી શાશકો અત્યારે પણ રાજકોટને વચન મુજબ પુરતું પાણી આપી શકતા નથી અને ઘણા સમયથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધીમા ફોર્સથી થોડો સમય, ડહોળું અને દુર્ગધ યુક્ત પાણી મળે છે જે સમસ્યાને ઉકેલ લાવવામાં મનપાના ભાજપી શાશકો સદંતર નિષ્ફળ રહ્યા છે જે બાબતે પ્રજાજનોમાં ભારોભાર રોષ છે, હવે આ જ શાશકો નર્મદા નીરના દીવા સ્વપ્નો દેખાડવા નીકળ્યા છે જે માબને માત્ર રાજકીય સ્ટંટ છે.
તેમ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને ઉપનેતા મનસુખ કાળારિયાએ આવેદન આપતા જણાવ્યું હતુ.