- ગુજરાતમાં રૂ. 98600 કરોડના સેમિકન્ડક્ટર પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું, સાણંદમાં પણ સ્થપાશે આઉટ સોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેબિલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટ
Gujarat News : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે ગુજરાતમાં રૂ.98600 કરોડના સેમિકન્ડક્ટર પ્રકલ્પોનું ઈ-ખાતમુુહુર્ત કરવામાં આવ્યું હતુ. ધોલેરામાં ટીઈપીએલ દ્વારા ભારતનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ અને આણંદ જીઆઈડીસીમાં સીજી પાવર દ્વારા ઓસાટી ફેસીલીટીનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઈ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વીની વૈષ્ણવ, રેલ રાજય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત દેશનું પ્રથમ એવું રાજય છે જયાં ખાસ સેમિકન્ડક્ટર પોલીસ છે ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયનમાં વિશેષ સેમિકોન સિટી બનાવવામા આવી રહ્યું છે.
ટાટા ઈલેકટ્રોનિકસ પ્રાઈવેટ લીમીટેડ (ટીઈપીએલ) ગુજરાતની ધોલેરા સેમિકોન સિટીમાં ભારતના પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેકટની કોસ્ટ 91 હજાર કરોડ છે જેનાથી 20 હજાર લોકોને પરોક્ષ કે પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે. આ ઉપરાંત સીજી પાવર દ્વારા સાણંદ જીઆઈડીસીમાં આઉટ સોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસાત) ફેસિલીટીનું નિર્માણ કરવામાં આવશે જેની પ્રોજેકટ 7600 કરોડ છે. જેનાથી 5 હજાર લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ ગુજરાત અગ્રેસર બન્યું છે. સાણંદમાં સી.જી. પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, જાપાન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ થાઈલેન્ડના સંયુક્ત ઉપક્રમે રૂ. 7600 કરોડના રોકાણથી પ્લાન્ટ શરૂ થશે ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન, તાઇવાન સાથે મળીને રૂપિયા 91,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપશે.
ધોલેરામાં કુલ રૂપિયા 91 હજાર કરોડના રોકાણ સાથે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તાઇવાનની કંપની પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને પ્લાન્ટની સ્થાપના કરશે. આ પ્લાન્ટ પ્રતિમાસ 50,000 સેમીકંડકટર વેફરનું ઉત્પાદન કરશે.
ઈલેક્ટ્રીક વ્હીકલ, ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોટીવ અને પાવર મેનેજમેન્ટમાં આ પ્રકારની સેમિકન્ડક્ટર ચીપનો ઉપયોગ થાય છે.
સાણંદમાં સી.જી. પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન-જાપાન અને સ્ટાર્સ માઈક્રો ઇલેક્ટ્રોનિક્સ- થાઈલેન્ડના સંયુક્ત ઉપક્રમે રૂપિયા 7600 કરોડના રોકાણથી સેમિકન્ડક્ટર એ.ટી.એમ.પી. પ્લાન્ટ શરૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદમાં સેમિકોન કંપનીનો સેમિકન્ડક્ટર અઝખઙ પ્લાન્ટ નિર્માણાધિન છે ત્યારે આ બીજા પ્લાન્ટનું ભૂમિપૂજન પણ હવે સાણંદમાં કુલ બે સેમિકન્ડક્ટર અઝખઙ પ્લાન્ટ કાર્યરત થશે. જુલાઇ-2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકોન કંપનીના અઝખઙ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.
વડાપ્રધાનના સેમિકન્ડક્ટર મિશન અને મુખ્યમંત્રીની માર્ગદર્શનમાં બનેલી ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27ના પરિણામે ગુજરાતમાં કુલ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના થવા જઈ રહી છે.
સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જુલાઇ -2022માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024, ગેટવેટ ટુ ધી ફ્યુચર સેમિકન્ડક્ટર જેવા ભવિષ્યના ઉભરતા ક્ષેત્રો પર ફોકસ સાથે યોજાઇ હતી, આ સમિટમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ વિષય પર સ્પેસિફિક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગત વર્ષ જુલાઈમાં સેમિકોન ઇન્ડિયા પ્રદર્શન પણ ગુજરાતના આંગણે યોજાયું હતું.
હવે વિશ્વની નામાંકિત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપાવા જઇ રહ્યા છે ત્યારે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્વોન્ટ લીપ લગાવવા સજ્જ બન્યુ છે.