નવી દિલ્હી સ્થિત ગરવી ગુજરાત ભવન ખાતે
ગુજરાતના એક લાખથી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે: રાજયપાલ
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવૃતની નવી દિલ્હી ખાતે આવેલ નવ નિર્મિત ગરવી ગુજરાત ભવન ખાતે ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફેડરીકસન એ શુભેચ્છા મુલાકાત લીધી હતી આ પ્રસંગે રાજયપાલે મીસ મેટ્ટીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું અને સ્મૃતિ ભેટ પણ આપી હતી આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મીસ મેટ્ટે ફેડરીકસન સમક્ષ રાજયપાલ દ્વારા કૃષિના વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિના મોડેલ વિશે માહીતી આપી હતી.
રાજયપાલ આચાર્ય દેવવૃતે કૃષિ અંગે વિસ્તૃત છણાવટ કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અને તેમાં પ્રોત્સાહન અંગે ગુજરાત સરકારે કૃષિ ખર્ચને ઘટાડીને લગભગ શુન્ય સુધી લઇ જવા માટે તેમ જ ઉપજ પણ સમાન રહે અથવા તેમાં વધારો થાય તે રીતે પ્રાકૃતિક ખેતી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજયપાલે ડેન્માર્કના વડાપ્રધાન સાથેની વાતચીત દરમિયાન એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં એક લાખ કરતા વધુ ખેડુતોએ ખેતીની આ પઘ્ધતિને અપનાવી છે. જયારે ગુજરાત સરકારે 100 ખેડુત ઉત્પાદક સંસ્થાઓની રચના કરવાનું આયોજન કર્યુ છે જે પ્રાકૃતિક ખેત પેદાથોમાં મદદરુપ બનશે.
જયારે ડેન્માર્કના વડાપ્રધાને વિઝીટર્સ બુકમાં લખ્યું કે, ગુજરાત ભવનની મુલાકાત મારા માટે ખુબ જ સન્માનની વાત છે અને ગુજરાત એ મહાત્મા ગાંધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઘર જ નથી પરંતુ તે ઘણી બધી ડેનીશ કંપનીઓનું પણ ઘર છે. ભવિષ્યમાં બન્ને દેશો એક બીજાથી ખુબ જ નજીક આવશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે ગુજરાત ભારતનો એક રસપ્રદ હિસ્સો છે અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે જાણવાની તક મળી એ બદલ તેઓએ આભારની લાગણી પણ વ્યકત કરી પ્રભાવિત થયા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લેતા રાજયપાલ આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવૃતજીએ નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદ ની શુભેચ્છા મુલાકાત લીધી. ત્યારબાદ રાજયપાલે કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા, તેમજ કાયદો અને ન્યાય વિભાગના મંત્રી કિરણ રિજજુની શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે મંત્રીઓએ રાજયપાલ આચાર્ય દેવવૃતનું પુષ્પયુચ્છથી સ્વાગત કર્યું હતું.