માટે સ્વયંભૂ પ્રેમ અને જુવાળ: ડો. કમલેશ જોષીપુરા
ડો. જોશીપુરાએ ૯૦ દિવસ વારાસણીમાં રહી જુથ સભાઓ, સંમેલનો અને સંપર્ક અભિયાન હાથ ધર્યુ
વૈશ્ર્વીક સભ્યતાનાં સૌથી પ્રાચીનતમ અવિરત રીત જીવંત શહેર બનારસ, કાશી, વારાણસીની પ્રજામાં રાષ્ટ્રનાં પનોતાપુત્ર નરેન્દ્ર મોદી માટે જે સ્વયઁભૂ પ્રેમ અને જુવાળ જોવા મળ્યો છે. તે જોતાં આગામી તા.ર૩ના રોજ જાહેર થનાર પરિણામોમાં નરેન્દ્રભાઇ મોદીની સરસાઇ લોકસભાની ચુંટણીઓનાં ઇતિહાસમાં નવા કિર્તિમાન સર કરશે તે સુનિશ્ર્ચિત છે.
વારાણસી સંસદીય ક્ષેત્રમાં દિર્ધ સમય માટે રહી અને નાગરીક જીવનનાં વિવિધ ક્ષેત્રોનાં લોકનિયોજન કાર્યમાં સફળ ભુમિકા અદા કરી અને પરત આવેલ વરિષ્ઠ અગ્રણી અને બનારસના શૈક્ષણીક અને સામાજીક ક્ષેત્રમાં ધનિષ્ટ સંપર્ક ધરાવતા ડો. કમલેશ જોશીપુરાએ જણાવ્યું છે.
પક્ષીય દ્રષ્ટિકોણ, વિચારધારા તેમન અભિપ્રાયોથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદના મહામંત્રનાં પ્રતિક સમાન વિકાસ પુરુષ મોદી જેવા પ્રતીનિધી મળવા માટે ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે.
વરિષ્ટ અગ્રણી કમલેશ જોષીપુરા અને ડો. ભાવનાબેન જોષીપુરાએ ર૦૧૪ની લોકસભાની ચુંટણીમાં સતત ૯૦ દિવસ વારાણસી ખાતે રહી અને સમાજ જીવનનાં પ્રત્યેક ક્ષેત્ર સાથજે સીધો અને ધનિષ્ટ સંપર્ક સાધી ૩૦૦ થી વધુ જુથ સભાઓ, વિશાળ સંમેલનો સાથે વ્યાપક સંપર્ક અભિયાન હાથ ધર્યુ. ચુંટણીનાં પરિણામો પછી પણ પ્રસ્થાપિત થયેલા સંપર્કો સતત પાંચ વર્ષ સુધી જીવંત રાખ્યા અને નિયમિત સમયાંતરે વારાણસીની મુલાકાતોનાં માઘ્યમથી જે અગ્રણી નાગરીકો રાજકિય રીતે કયાંય જોડાયેલ નથી તેવા વારાણસીના પ્રબુઘ્ધ નાગરીકોને રાષ્ટ્રકાર્યમાં જોડાયા.
૨૦૧૯ની ચુંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સામે વિપક્ષો માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા સંપૂર્ણ અગંભીર રાજકિય લડાઇ લડી રહ્યા હોય તેવું ચિત્ર વારાણસીમાં ફરતાં જોવા મળે છે.
બનારસ હિંદુ યુનિવર્સિટી કે જેનું વિશ્ર્વમાં સ્થાન છે તેના અતિ વિશાળ કેમ્પસમાં એક સમયે મતદાનની ઉદાસીનતા હતી અને ૧ર થી ૧૬ ટકા જ મતદાન થયાનું નોંધાયેલ છે આ યુનિવર્સિટી ઉપરાંત મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ, સંસ્કૃત પાઠશાળાઓ તેમજ ડો. સર્ંપણાનંદ સંસ્કૃત વિશ્ર્વ વિદ્યાલય તથા કોલેજોના પ્રાઘ્યાપક ભાઇ-બહેનોની શ્રેણીબઘ્ધ બેઠકો અને શૈક્ષણિક સંમેલનોનાં માઘ્યમથી સમગ્ર વારાણસીમાં મતદાન જાગૃતિ અર્થે વિશિષ્ટ પ્રયાસનો ખુબ જ મોટી સફળતા મળી છે. અઘ્યાપકો અને શિક્ષકોની બનેલી ટીમે સમગ્ર વારાણસીમાં વિવિધ સ્થાનો ઉપર જુથ બેઠકોનું આયોજન કર્યુ હતું.
બાબા વિશ્ર્વનાથજીનાં પ્રાચીન એવા કાશીક્ષેત્રના સુવિખ્યાત વિશ્ર્વનાથ મંદીર વિસ્તાર મેદાગીરી, રાજઘાટ, ભૈરવનાથજી મંદીર વિસ્તાર, ગુજરાતી બાહુલ્ય એવા પકકામહલ, દશાશ્ર્વમેધ ઘાટ, ચોક વિસ્તારના રહેણાંક વિસ્તારમાં માત્ર પગપાળા જઇ શકાય તેવા વિસ્તારોમાં પ્રત્યેક ઘરોનો હાઉસ ટુ હાઉસ જનસંપર્ક દરમિયાન જબ્બર પ્રતિસાદ, સાંપડયો હતો. પ્રહલાદ ઘાટ, હરિશચંદ્ર ઘાટ, રાજ ઘાટ તેમજ કારી રેલવે સ્ટેશન વિસ્તારમાં નાની નાની જુથ બેઠકો આયોજીત કરવામાં આવી હતી.
જનસંપર્કના આ અભિયાન સાથે વિવિધ સ્થાનોઉપર પ્રજાલક્ષી કલ્યાણ પ્રકલ્પો અને સેવાયજ્ઞોનાં આયોજન કરવામાં આવ્યાં છે. જેમાં પંચકોશી યાત્રા માર્ગ પર પીવાનાં પાણી, ફીઝીયોથેરાપી કેમ્પ, કારકીર્દી માર્ગદર્શન સહીતનાં શ્રેણીબઘ્ધ સેવાયજ્ઞો થકી શ્રી મોદીજી દ્વારા જાહેર કરાયેલ અમલમાં રહેલ વિવિધ યોજનાઓની જાણકારીની ખુબ જ અસરકારક વ્યવસ્થા પણ નિષ્પન્ન કરવામાં આવી છે. ર૦ દિવસના ગાળામાં રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, કલ્યાણ યોજનાઓ, મતદાન જાગૃતિ સહિતનાં વિષયોને આવરી લઇ ૩૦ થી વધુ વિશાળ સંખ્યાવાળા પરિસંવાદ તેમજ ચર્ચા સભાઓનું પણ આયોજન કરવામાં આવેલ.