21મી સદીના વિશ્વનું નેતૃત્વ ભારતના હાથમાં હશે… વૈશ્ર્વિક રાજકીય મહાનુભાવોએ ભૂતકાળમાં કરેલી આ આગાહી તત્કાલીન સમયે ભારતની ગરીમાના અંદાજ અંગે અતિશ્યોતિભરી લાગતી હતી પરંતુ હવે એ કથન અક્ષરસ સત્ય પૂરવાર થતું હોય તેમ દરેક ક્ષેત્રમાં ભારતે પ્રભુત્વ અને નેતૃત્વનો વ્યાપ વધતો જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્ર્વિક પ્રભાવથી ભારતનું નેતૃત્વ વધુ મજબૂત પૂરવાર થઇ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સંબોધન અને તેમના વિચારો સમગ્ર વિશ્વની વર્તમાન અને ભવિષ્યની રૂપરેખા માટે પથદર્શક બની રહેશે. આતંકવાદના વધી રહેલા જોખમ સામે પોતપોતાના દેશ અને સમગ્ર વિશ્વને કેવી રીતે બચાવી શકાય તેની ‘કિ-પોલીસી’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુજાવ વિશ્વ માટે આતંકવાદના સામેની લડાઇમાં અક્સીર પૂરવાર થશે.
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવે છે અને તેની ગરીમા પણ જાળવે છે. વિશ્વ શાંતિ માટે પ્રાદેશિક શાંતિને જરાપણ જોખમ ન પહોંચે તે માટે સંપૂર્ણપણે શક્તિશાળી અણુરાષ્ટ્ર હોવા છતા ભારતની સંયમની નીતીને આજે વિશ્વ સલામ કરી રહ્યું છે. શક્તિનો સદ્ ઉપયોગ કરવો અને દૂરઉપયોગ ન થાય તે માટે ભારતનો દિશાનિર્દેશ દુશ્મનોને પણ માન આપવા મજબૂર કરે છે.
પાકિસ્તાનની અવડચંડાઇ, આતંકવાદને પોષણ અને વિશ્વશાંતિને ખલેલ પહોંચે તેવા કાકરીચાંળા સામે ભારતે હંમેશા વિશ્વ સમુદાયને વિશ્ર્વાસમાં રાખી તેનો રાજદ્વારી અસરકારક વિરોધ્ધ નોધાવ્યો છે અને પાકિસ્તાનને આંતકવાદ મુદ્ે બેનકાબ કરવા સંપૂર્ણ સફળ થયું છે. ચીનની સામ્રાજ્યવાદી નીતી હોય કે પાકિસ્તાનની આતંકવાદીઓને પનાહ આપવાની કૂટનીતી ભારતે હંમેશા સજાગતા રાખી વિશ્વ સમાજને પણ સજાગ કર્યુ છે. વડાપ્રધાને વૈશ્ર્વિક શાંતિ, આતંકવાદની સાથેસાથે જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા, વિશ્વ સમાજના દેશોની જવાબદારીભરી ભૂમિકા સમજાવવામાં ખૂબ જ સારી રીતે સફળતા મેળવી છે.
વેપાર-ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય સંબંધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમ અને નવા કંડારેલા રસ્તા પર આગળ વધવા વિશ્વની મહાસત્તા સહિત સમગ્ર જગતે હંમેશા બિનશરતી સહમતિ આપી છે. તે ભારતના નેતૃત્વની લાયકાતની ગરીમા વધારનારી સાબિત થઇ છે. વડાપ્રધાનના સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સંબોધનના પ્રત્યેક મુદ્ા વિશ્વ સમાજ માટે પથદર્શક બની રહેશે તેમાં બેમત નથી. અફઘાનીસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર ભારતનું વલણ, કોરોના સામેની લડતમાં ભારતનો વૈશ્ર્વિક સહયોગનો અભિગમ અને જળવાયુ પરિવર્તન ની ગંભીરતાને વિશ્વસમાજ જે રીતે નવા દિશાનિર્દેશ આપ્યા છે તેનાથી ભારતના વૈશ્ર્વિક નેતૃત્વને વધુ વજન પ્રાપ્ત થયું છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘમાં ભારત જેવા જવાબદાર રાષ્ટ્રની કાયમી જગ્યા હોવી જોઇએ તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવી નેતૃત્વને લઇને સમગ્ર વિશ્વમાંથી સ્વયંભૂ લાગણી ઉભી થઇ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના કાયમી સભ્યપદ માટે ભારતનું સ્થાન અને દાવેદારી આપોઆપ પ્રબળ બનતી જાય છે. છેલ્લાં કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રણનીતીએ વિશ્વમંચ પર ભારતને એક શક્તિશાળી, વિચકક્ષણ અને જવાબદાર રાષ્ટ્ર તરીકે ઉજાગર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘની બેઠકમાં વડાપ્રધાને કરેલું સંબોધન અને પ્રત્યેક મુદ્ાઓ વિશ્વ સમાજ માટે સ્વીકાર્ય અને પથદર્શક બની રહે એ જ ભારતની મહાનતાનો પૂરાવો છે. 21મી સદીના વિશ્વનું નેતૃત્વ ભારતના હાથમાં જઇ રહ્યું છે તે હવે ર્નિવિવાદ હકીકત બનીને જગત સામે આવી ચુક્યું છે.