વિવિધ કલરમાં બાંધણી પ્રિન્ટની પાઘડી પસંદ કરી
દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન ઈન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડની સાથે વિવિધ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલમાં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. એવામાં હવે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીનો લુક ચર્ચાનો વિષય બન્યો છે.
દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાઘડીએ આ વખતે લોકોનું ભારે આકર્ષણ જમાવ્યું છે.
પીએમ મોદી દર વર્ષે ગણતંત્ર અને સ્વતંત્રતા દિવસ પર અલગ અલગ લુકમાં નજર આવે છે અને ખાસ કરીને એમની પાઘડી આકર્ષણનું કેન્દ્ર બને છે. એવામાં આ વખતે પીએમ મોદીએ ગણતંત્ર દિવસ 2024 માટે બાંધણી પ્રિન્ટની પાઘડી પસંદ કરી હતી. પીએમની પાઘડીનો રંગ મુખ્યત્વે પીળો છે અને આ રંગ ભગવાન રામ સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે.
લાલ, ગુલાબી અને પીળા કલરની આ બાંધણી પ્રિન્ટની પાઘડીમાં પીએમ મોદીનો લુક લોકોને પસંદ આવ્યો છે. આ સાથે જ એમને સફેદ રંગના કુર્તા-પાયજામા અને બ્રાઉન રંગની કોટી પહેરી છે અને બ્લેક શૂઝ સાથે લુક પૂરો કર્યો છે.