રામ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સંસદ ભવનનું નવનિર્માણ, કલમ ૩૭૦ હટાવી કાશ્મીરનું નવસર્જન, અણધાર્યા તલાકથી બાનુઓને આઝાદી, ગૃહની સવાસો ટકા કામગીરી જેવા ક્રાંતિકારી આવિષ્કારોની સફર ઈતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કરનારા બની રહેશે
વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતના રાજદ્વારી ઇતિહાસમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર કેટલાક ચોક્કસ કારણોસર ભૂતકાળની સરકારો થી અલગ અને સારી કામગીરી માટે સરાહનીય બની રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ કાર્યકાળ ખરા અર્થમાં દેશનાઅત્યારસુધીનારાજદ્વારીઇતિહાસમાં ’વિકાસ”નો પર્યાય બની રહ્યો છે એવું હરગીઝ ન કહી શકાય કે ભૂતકાળની સરકારો એ કંઈ કામ નથી કર્યું,૧૫ ઓગસ્ટ ૧૯૪૭ નારોજ આઝાદ થયેલા દેશ માં બીજા દિવસથી જ વિકાસની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી સમયોનુંચિત પંચવર્ષીય યોજનાઓ નવા કાયદાઓ આંતર માળખાકીય સુવિધા ઊભી કરવાની પ્રક્રિયા રોટી કપડા ઓર મકાન અને કૃષિ ઉદ્યોગ માં દેશને સ્વાવલંબી બનાવવા માટે કાર્યો થયા છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારતમાં વિકાસ નો યોગ સવિશેષ રચાયો હોય તેમ સરકારની કાર્યક્ષમતા થી લઈ ઝડપી નિર્ણય અને નિર્માણ કાર્યો અગાઉના શાસન કરતાં જરા અલગ તરી આવે છે તેમાં બેમત નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે લીધેલા સંકલ્પ માત્ર ચૂંટણી મુદ્દાઓ બની રહી ને વાસ્તવિક રૂપ લેવામાં સફળ રહ્યા છે દેશના ઘણા એવા મુદ્દાઓ હતા કે જે દરેક યુગમાં ઉકેલવા પાત્ર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર માટે યશરૂપ બની રહે તેવા મુદ્દાઓ માં કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની નાબૂદી, ત્રિપલ તલાક ના સામાજિક ભારણ માંથી મુસ્લિમ મહિલાઓને આઝાદી, રામ મંદિરનું નિર્માણ જેવા લાંબા સમયથી ઉકેલવા પાત્ર મુદ્દાઓને રાજકીય કોઠાસૂઝ અને મુત્સદ્દીગીરી થી ઉકેલવામાં મોદી સરકારને સફળતા મળી છે ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણથી વિશ્વમાં ભારતની એક આગવી ઓળખ અને દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલના ને ઉજાગર કરવાનું કામ કરીને વર્તમાન સરકારે જે સીમાચિન્હ રૂપ કામગીરી કરી છે તે ખરેખર ઇતિહાસમાં અમર થઈ જશે અત્યારે દેશમાં નવી સંસદના નિર્માણની સરકારની તૈયારી ની ચર્ચાઓ થઈ રહી છે દેશમાં વર્તમાન સાંસદ નો નિર્માણ કાળ ને નવ દાયકાનો સમય વીતી ગયો છે ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ન મળ્યું છે સંસદ લોકશાહી નું સૌથી મોટું મંદિર ગણાય ત્યારે સમય અને સંજોગો અને ભારતના વિસ્તારપૂર્વક ના વિકાસ અને સંસદ ની કાર્યક્ષમતા વધારવા માટે નવી સંસદની અનિવાર્યતા જાણીને સરકારી યુદ્ધના ધોરણે દેશને નવું લોકતાંત્રિક મન્દિર આપવાની દિશામાં ઝડપથી કાર્યવાહી શરૂ કરી છે ઈસવીસન ૨૦૨૨સુધીમાં નવું સંસદ ભવન કાર્યરત થઈ જશે વર્તમાન સરકાર દ્વારા આ વર્ષે સંસદમાં સવાસો ટકા કામગીરી પૂરી પાડવાનું યસ પણ નામે ચડ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પાસે અત્યારે સંપૂર્ણ સત્તા છે પ્રબળ ઈચ્છાશક્તિ છે ત્યારે કોઈ પણ કામ અશક્ય નથી તેવું તેમણે ચોક્કસ પુરવાર કરી દીધું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી લઈ કાશ્મીરમાં ૩૭૦ની નાબૂદી થી કાશ્મીર નવનિર્માણ, અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને હવે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર દેશને પોતાની જરૂરિયાત મુજબનું સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે બનનારું સંસદ ભવન આપવાનું આ કાર્ય સરકારની ભગીરથ કામગીરીમાં વધુ એક પીછું બની રહેશે, નરેન્દ્ર મોદીએ કેવા શાસક બની રહ્યા છે કે જેમના નિર્ણય અને રાષ્ટ્રહી ની કામગીરીમાં કોઈથી કંઈ બોલાય તેમ નથી વિશ્વ મંચ પર ભારતની સન્માનપૂર્વક ની છબી, વૈશ્વિક ઉદ્યોગ મંચ પર ભારતનો વધતો પ્રભાવ વિશ્વના તમામ ઔદ્યોગિક અને ધન કુબેર ઓ અત્યારે ભારતમાં રોકાણ કરવામાં શાણપણ સમજતા થયા છે વિશ્વમાં ભારત વિશ્વાસનું પ્રતીક બની રહી છે જાપાન અમેરિકા રશિયા કોરિયા થી લઈને ચીન સુદ્ધાં એવી અપેક્ષા રાખી રહ્યું છે કે જો ભારતમાં પોતાના ઉદ્યોગો અને વ્યવસાયિક શાખાઓ ઊભી થાય તો લાભલાભ છે ભારતના ભવિષ્યમાં વિકાસની તકો કાયમી ધોરણે રહેતી હોય છે પરંતુ વર્તમાન સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઠા સુઝથી આ તકો હકીકતમાં પરિણામે રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી લઈ નવા સંસદ ભવન સુધીની નિર્માણ ગાથામાં રામ મંદિરનું નિર્માણ અને વર્તમાન સરકારના વિકાસ કામો ની ફળશ્રુતિ ઈતિહાસમાં અમર બની રહેશે તેમાં બેમત નથી