બંને લોકશાહી દેશના નેતાઓ વચ્ચે મજબૂત સંબંધ સ્થાપવાને લઈ ચર્ચા: ઈન્ડો પેસીફિક ક્ષેત્રમાં શાંતિ અને સલામતી માટે ભાગીદારી ગાઢ થશે
જો બિડન અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ વડાપ્રધાન મોદી અને બિડન વચ્ચે સૌપ્રથમ વખત વાતચીત થઈ હતી. જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોના સમીકરણો તેમજ ઈન્ડો પેસીફિકમાં શાંતિ અને સલામતી માટેની ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બિડનને નોતરૂ આપ્યું હતું.
ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા થોડા વર્ષોથી ગાઢ બની રહ્યા છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાએ રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વાત કરી છે. જો બાઈડેનના રાષ્ટ્રતિ બન્યા બાદ પીએમ મોદીએ તેમની સાથે પ્રથમ વખત વાતચીત કરી છે. મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપતાં કહ્યું કે, તેમણે બાઈડેનને તેમનની સફળતા માટે અભિનંદન આપ્યા છે. આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક મુદ્દાઓ પર સંયુક્ત પ્રાથમિકાતઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ કહ્યું, વાતચીત દરમિયાન ભારત અને અમેરિકા જળવાયુ પરિવર્તનના મુદ્દે આગળ સહયોગ વધારવા પર કામ કરવા સહમત થયા છે.
મોદી અને બાઇડેનની વાતચીત પર વ્હાઇટ હાઉસે નિવેદન બહાર પાડી જણાવ્યું, બંને દેશના નેતાઓ વચ્ચે મજબૂત સંબંધ સ્થાપવાને લઈ ચર્ચા થઈ. બાઈડેન વિશ્વભરમાં લોકતાંત્રિક મૂલ્યોના પ્રસારની વાત કહી અને ભારત સાથે વ્યાપક તથા મજબૂત સંબંધો બનાવવા પર ભાર મૂક્યો. બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોની વાતચીત પર ભારતીય રાજદૂત ટીએસ સંધૂએ કહ્યું, ભારત અને અમરેકિના સંબંધો નવી ઊંચાઈએ પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ. વૈશ્વિક પડકાર પાર પાડવા ભારત-અમેરિકા સાથે મળીને કામ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેને ૨૦ જાન્યુઆરીએ શપથ લીધા હતા. તેની સાથે ભારતીય મૂળના કમલા હેરિસે પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.