દેશમાં વર્તમાન સમયે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોરોનાની સ્થિતિને લઈને મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠકો કરી હતી. સૌથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોંફ્રેસથી ચર્ચા કરી હતી. સૌથી વધુ સંક્રમિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઋ, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન, બિહાર અને કેરળના સીએમ હાજર રહ્યા હતા. સાથે ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતાં.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક દરમિયાન કહ્યું કે દિલ્હીમાં ઓક્સિજનની ખૂબજ અછત છે. જો અહીં કોઈ ઓક્સિજન પ્લાન્ટ નથી, તો શું દિલ્હીના લોકોને ઓક્સિજન નહીં મળે? કૃપા કરીને સૂચવો કે કેન્દ્ર સરકારમાં મારે કોની સાથે વાત કરવી જોઈએ, જ્યારે દિલ્હી માટે ઓક્સિજન ટેન્કર બીજા રાજ્યમાં રાકવામાં આવે છે
દેશના જુદા જુદા ભાગોમાં ઓક્સિજનના સપ્લાયની સમસ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સહિત ઘણા રાજ્યો ઓક્સિજનના અભાવ સાથે ઝઝૂમી રહ્યા છે. ગુરુવારે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મંત્રાલયોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે ઓક્સિજનના સપ્લાયને ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.
દેશના જુદા જુદા ભાગોમાં ઓક્સિજનના સપ્લાયની સમસ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સહિત ઘણા રાજ્યો ઓક્સિજનના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ગુરુવારે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મંત્રાલયોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે ઓક્સિજનના સપ્લાયને ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.
આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભેથી ખભો મિલાવીને આગળ આવી રહ્યા છે. કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં 630 પથારીઓની ક્ષમતા વાળા 5 કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બી.એ.પી.એસ. દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં 15 કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.