વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાર ચુંટણી સભાઓ ગજવશે: પીએમનું હવે પછીનું ફોકસ ઉત્તર અને મઘ્ય ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે ત્રણ દિવસનો સમયગાળો બાકી રહ્યો છે. આવતીકાલ સાંજથી પ્રચાર બંધ થઇ જશે  દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદારોમાં ભાજપ તરફી માહોલ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંતિમ કલાકોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઝંઝાવતી ચુઁટણી પ્રચાર કરશે. આજે પીએમ પાલિતાણા, અંજાર, જામનગર અને રાજકોટમાં ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરશે અને જાહેર સભાઓ સંબોધશે હવે પછીનું પીએમનું ફોકસ ઉત્તર અને પૂર્વ – મઘ્ય ગુજરાત રહેશે.

Screenshot 1 53

ગુજરાતમાઁ સતત સાતમી વખત ભાજપ પૂર્ણ બહુમતિ સાથે સત્તારૂઢ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રચારની કમાન પોતે જ સંભાળી લીધી છે. તેઓ અત્યાર સુધીમાં ર0 થી વધુ ચુંટણી સભાઓ કરી ચૂકયો છે.દરયિમાન ગઇકાલ રવિવારથી પીએમ ફરી ગુજરાતનજા પ્રવાસે છે. તેઓએ ગઇકાલે અલગ અલગ ત્રણ સ્થળોએ ચુંટણી સભાઓ સંબોધી હતી અને સુરતમાં વિશાળ રોડ-શો યોજયો હતો. આજે તેઓનો મૂકામ સૌરાષ્ટ્ર-કચ્છમાં છે. આજે બપોરે 12.15 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાલિતાણામાં સર્કિટ હાઉસ નજીક ગારિયાધાર રોડ ખાતે ચુંટણી સભા સંબોધશે. ત્યારબાદ બપોરે 2.45 કલાકે કચ્છના અંજારમાં આદિપુર રોડ ખાતે રાધે રિસોર્ટ ખાતે ચુંટણી સભા ગજવશે.બપોરે 4.30 કલાકે પ્રધાનમંત્રી  જામનગરમાં લાખા બાવળના પાટીયા સામે ગોરધન પર ખાતે અને સાંજે 6.30 કલાકુ રાજકોટમાં રસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચુંટણી સભા સંબોધશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 19મી ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ-શો કર્યો હતો ત્યાર બાદ રેસકોર્સમાં 7 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરી જાહેરસભા સંબોધી હતી. બરાબર ચાલીસ દિવસ બાદ વડાપ્રધાન ફરી એકવાર રાજકોટના મહેમાન બન્યા છે. આજે રાજકોટ શહેરની ચારેય બેઠકો પરથી કમળના પ્રતિક પરથી ચુંટણી લડતા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચુંટણી સભા સંબોધશે.પ્રથમ તબકકાના મતદાનમાં જે 89 બેઠકો પર મતદાન થવાનું છે. તે બેઠકો પર કાલે સાંજે ચુંટણી પ્રચાર શાંત થઇ રહ્યો છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સૌરાષ્ટ્ર-કચ્છનો આજનો ચુંટણી પ્રવાસ અંતિમ પ્રયાસ છે.

આજે ગુજરાતમાં વડાપ્રધાન ચાર સભાઓ સંબોધવાના છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ ખેરાલુ, સાવલી, ભિલોડા અને અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી  સ્મૃત ઇરાની મહેસાણામાં મહિલા મોરચાના સંમેલનને સંબોધન કરશે અને અમદાવાદમાં જાહેરસભા સંબોધશે. પુરૂષોતમભાઇ રૂપાલા મોરબીના રવાપર, અમરેલીના કુંકાવાવ, વડીયા, બાબરામાં, સાંસદ મનોજ તિવારી સુરત, માંડવી, મહુવા, પૂર્વ સાંસદ પરેશ રાવલ વલસાડના ગુંદણવ અને સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ બહુચરાજીમાં રોડ-શો કરશે પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા અમરેલી જિલ્લાના દામનગર, મોટા લીલીયા, અને સાવરકુઁડલામાં ચુંટણી સભા ગજવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.