ચૂંટણી દરમિયાન ફિલ્મ રિલીઝ થવાથી એક પાર્ટીને વિશેષ ફાયદો થશે: પંચ

વડાપ્રધાન મોદીની બાયોપિક મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયમાં દરમિયાનગીરી કરવાનો ઈન્કાર કર્યો છે. નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને (સેન્સર બોર્ડ) ફિલ્મને ક્લીયરન્સ આપી દીધું છે. ચૂંટણી પંચના આદેશ તેનો વિરોધ કરે છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી પંચના અધિકારીઓએ આ ફિલ્મ જોઈ હતી. તેમનું માનવું છે કે ચૂંટણી દરમિયાન ફિલ્મ રિલીઝ થશે તો નિશ્ચિત રીતે એક પાર્ટીને વિશેષ ફાયદો મળી શકે છે. પંચે ફિલ્મને ચૂંટણી પછી (૧૯ મે) રિલીઝ કરવાના પોતાના નિર્ણય પર કાયમ છે. કોર્ટે પંચને કહ્યું હતું કે- પૂરી ફિલ્મ જોયા બાદ નિર્ણય કરો

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે ચૂંટણી પંચને કહ્યું હતું કે, ફિલ્મની રિલીઝ પર નિર્ણય લેતા પહેલાં આખી ફિલ્મ જોઈ લે. ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પર એક રિપોર્ટ તૈયાર કરીને સીલબંધ કવરમાં કોર્ટને આપે.

ફિલ્મની ક્ધટેન્ટ મુખ્ય રીતે નરેન્દ્ર મોદીની આજુ બાજુ જ ફરી રહી છે. તેમને એવા નેતા તરીકે દર્શાવવામાં આવ્યા છે જેમણે ક્યારેય કોઈ સમજૂતી કરી નથી. ચૂંટણી પંચે તેમનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દીધો છે. શુક્રવારે આ વિશે નિર્ણય લેવામાં આવશે.

ચૂંટણી પંચે પહેલાં પણ કહ્યું હતું કે, આચારસંહિતા લાગુ થયા પછી ફિલ્મની રિલીઝ ન્યાયસંગત નથી. એવી કોઈ પણ પ્રચાર સામગ્રી જે કોઈ ઉમેદવારની છબી પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે વધારીને દર્શાવવામાં આવે તેવા ક્ધટેન્ટને આચારસંહિતા દરમિયાન દર્શાવવામાં નહીં આવે.

ચૂંટણી પંચના આ નિર્ણય વિરુદ્ધ ફિલ્મ નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. નિર્માતાઓ તરફથી વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચે ફિલ્મ જોયા વગર જ રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.