myad
myad

આજે રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી કેવડીયા ખાતે આવવા રવાના થઇ ગયા છે. આ સમયે રાજયપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિઘ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સાથે જ ગુજરાત વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા ધરાવવાનો ઈતિહાસ સર્જશે. નર્મદા મંત્ર, ગણેશ મંત્ર-સ્વસ્તિ વાંચન સાથે જલાભિષેક થશે. પ્રતિમાના ચરણોમાં મોદી દીપ પ્રાગટ્ય કરશે.

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીએ બુધવારે નર્મદા ડેમ નજીક સાધુ બેટ ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રાર્પણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે વેલી ઓફ ફ્લાવર, વોલ ઓફ યુનિટી અને ટેન્ટ સિટીનું પણ લોકાર્પણ થશે. કેવડિયા સ્થિત સરદાર પટેલના સ્મારક ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું 31 ઓક્ટોબરના રોજ લોકાર્પણ પૂજન-અર્ચન સાથે સંકલ્પપૂર્વક થાય તે માટે ત્રણ ત્રણ બ્રાહ્મણોની 3 ટીમને કાર્ય સોંપવામાં આવ્યું છે.

જેમાં સુરપાણેશ્વર મંદિરના મહંત રવિશંકર શાસ્ત્રી તેમજ વડોદરાના શાસ્ત્રી નયનભાઈ જોશીની અધ્યક્ષતામાં આ સમગ્ર પૂજન-અર્ચન કરવામાં આવશે. શાસ્ત્રી નયનભાઈ જોશીના જણાવ્યા અનુસાર, સવારે 7 વાગ્યાથી બ્રાહ્મણોની ટીમ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળ પર પહોંચી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.