૬ એપ્રીલે ભાજપનો ૩૯મો સ્થાપના દિન: બૂથ પદયાથાનું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૫મી માર્ચનાં રોજ મનકી બાત કાર્યક્રમના માધ્યમથી દેશભરની જનતા સાથે સીધો સંવાદ કરશે. મન કી બાત એ લોકમનનું પ્રતિબિંબ છે. લોકજાગૃતિનું અનેક વિષયોને આવરી લઈને હકારાત્મક, ઉત્સાહજનક અને પ્રેરણાત્મક પ્રસંગો દ્વારા એક કાર્ય પ્રરેણા અને યોગ્ય દિશા મળતી હોય છે. લોકોની સહભાગીતા દ્વારા આયોજનબધ્ધ રીતે આ કાર્યક્રમને આગામી ૨૫મી માર્ચનાં રોજ ભાજપા દ્વારા ગુજરાતનાં તમામ શકિત કેન્દ્રો પર કાર્યકરો તથા સમર્થકો સાથે સામૂહિક રીતે સાંભળવા માટેના કાર્યક્રમ યોજવા અંગેનું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતુ.
આગામી ૬ એપ્રીલ ૨૦૧૮ના રોજ ભાજપાનો ૩૯મો સ્થાપના દિવસ છે. આદિવસ એ ભાજપાની વિચારયાત્રા અને વિકાસયાત્રા માટેનો ઐતિહાસીક દિવસ છે. ભાજપના ઈતિહાસ અને સંસ્મરણોને યાદ કરવાનો દિવસ છે. તેમજ ભાજપાના દરેક કાર્યકર્તા માટેનો ગૌરવ દિવસ છે. આ દિવસ નિમિતે આગામી ૬ એપ્રીલના રોજ ભાજપા દ્વારા ગુજરાતનાં તમામ બુથો પર ભાજપા બુથ પદયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રામાં સમગ્ર ગુજરાતના દરેક બુથમાંભાજપાના ઝંડા, ખેસ સહિત ઢોલ નગારા સાથે ભાજપાની ઈતિહાસ ગાથા, સંસ્મરણો તેમજ કેન્દ્ર અને ગુજરાતની ભાજપા સરકારોની જનહિતની કામગીરીઓની માહિતી આપતી પત્રીકાઓ જન જન સુધી પહોચાડવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતુ કે, આજની આપ્રદેશ બેઠકમાં પ્રદેશ હોદેદાર પ્રદેશ મોરચાના પ્રમુખ તેમજ જીલ્લા, મહાનગરના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,