વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક’ (આઇપીપીબી)નો શુભારંભ કરશે. આઇપીપીબીની દેશભરમાં 650 શાખાઓ અને 3250 એક્સેસ પોઇન્ટ્સ હશે, જ્યાં સમાન રીતે એકસાથે શુભારંભ કાર્યક્રમો યોજવામાં આવશે. આખા દેશમાં તમામ 1.55 લાખ પોસ્ટઓફિસ 31 ડિસેમ્બર, 2018 સુધી આઇપીપીબી સાથે જોડાઇ જશે.
આઇપીપીબીને સામાન્ય માણસ માટે એક સુગમ, પરવડે તેવી અને વિશ્વાસપાત્ર બેંકના રૂપમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી કેન્દ્ર સરકારના નાણાકીય ઉદ્દેશોને ઝડપથી પૂરા કરવામાં મદદ મળે.દેશના દરેક ખૂણામાં ફેલાયેલા પોસ્ટલ વિભાગના 3,00,000થી વધુ પોસ્ટમેન અને ગ્રામીણ પોસ્ટઓફિસ કર્મચારીઓના વિશાળ નેટવર્કને આનાથી ઘણો લાભ મળશે. એટલે આઇપીપીબી ભારતમાં લોકો સુધી બેંકોની પહોંચ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકાન ભજવશે.