વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા છે. અહીંયા તેઓ તાલચેર ફર્ટિલાઈઝર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગમાં હિસ્સો લેશે. કોલસા ગેસથી ચાલતો ભારતનો આ પહેલો ફર્ટિલાઇઝર પ્લાન્ટ હશે. ખાતર બનાવવા ઉપરાંત આ પ્લાન્ટ પ્રાકૃતિક ગેસ પણ પેદા કરશે જે દેશની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવામાં યોગદાન આપશે.
PM Narendra Modi arrives in Odisha’s Bhubaneswar. He will attend an event in Talcher to mark the commencement of work in the Talcher Fertilizer Plant, address a public meeting & inaugurate the local airport in Jharsuguda. pic.twitter.com/umIqKNJyMU
— ANI (@ANI) September 22, 2018
મોદી અહીંયા એક જનસભાને સંબોધશે અને ત્યારબાદ ઝરસુગુડામાં લોકલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આજે છત્તીસગઢની પણ મુલાકાત લેશે અને ત્યાં પણ ઘણી યોજનાઓની શરૂઆત કરશે.વડાપ્રધાન ઓફિસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાન કોલસાની ખાણ અને ઝરસુગુડા-બારાપલી-સરદેગા રેલ રૂટને રાષ્ટ્રને સમર્પિત કરશે.
ત્યારબાદ મોદી શનિવારે બપોરે 3.20 વાગે છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લા પહોંચશે. ત્યાં તેઓ પારંપરિક હથકરધા તેમજ કૃષિ પર એક પ્રદર્શનની મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ અને પેંડ્રા-અનુપપુપરની ત્રીજી લાઈનનો શિલાન્યાસ કરશે.