- શહેરના 18 વોર્ડમાં આવતાં 984 બુથોમાં ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવામાં આવશે: મુકેશ દોશી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર માસના અંતિમ રવીવારે ’મન કી બાત’ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ માસનો ’મન કી બાત’ નો કાર્યક્રમ આવતીકાલે સવારે 11.00 કલાકે યોજવામાં આવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ’મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે જોડાશે. આ કાર્યક્રમ મારફત માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશવાસીઓ સાથે સંપર્કમાં રહે છે અને દેશવાસીઓ પાસેથી આવેલ વિવિધ સુચનો અંગે ચર્ચા-પરિસંવાદ કરવામાં આવે છે આ કાર્યક્રમનું ડી.ડી. ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
તેમજ રાજકોટ મહાનગરના તમામ વોર્ડમાં રાજકોટ શહેરના હોદેદારો જોડાઇને કાર્યક્રમને નિહાળશે. આ ઉપરાંત શહેરમાં આવતા 984 બુથમાં ’મન કી બાત’ કાર્યક્રમ નિહાળવામાં આવશે, તો આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે. રાજકોટ મહાનગરમાં ’મન કી બાત’ કાર્યક્રમની વ્યવસ્થા ’મન કી બાત’ ના ઇન્ચાર્જ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, મંત્રી ભરતભાઇ શીંગાળા તેમજ વિધાનસભા-68 માં પરાગ મહેતા, વિધાનસભા-69 માં દશરથ વાળા, વિધાનસભા-70 માં યોગેશ ભુવા અને વિધાનસભા-71 માં રસિક કાવઠીયા તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા અને સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે વ્યવસ્થા સંભાળી રહયા છે.