૦૫ રાજ્યોની ચુંટણીમાં જનતાનો ચુકાદો સર્વોપરી અને શિરોપરી માનીને ભાજપે નમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો છે. અમે આત્મચિંતન કરીશું ભાજપનો કાર્યકર્તા દેવદુર્લભ અને પરીશ્રમી હોય છે,દરેક પરિસ્થિતિ
નો સામનો મક્કમ મન અને મહેનતી કરતો આવ્યો છે: ભરત પંડયા
ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએજણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં જે તે રાજ્યોની જનતાએ આપેલ ચુકાદાને સર્વોપરી અને શિરોપરી માનીને ભાજપે નમ્રતાથી સ્વીકાર્યો છે. જે તે રાજ્યોમાં ભાજપ જનતાના સેવાકાર્યોકરતી હતી અને કરતી રહેશે. ભાજપનો કાર્યકર્તા દેવદુર્લભ અને પરીશ્રમીહોય છે. ઘણાં ચડાવ-ઉતાર જોયાં છે.તે કયારેય હતાશ તો ની. દરેક પરિસ્િિતનો મક્કમ મનસો સામનો કરતો આવ્યો છે.
પંડયાએ કોંગ્રેસના અમિતભાઈ ચાવડાઅને અન્ય નેતાઓને જવાબ આપતાં જણાવ્યું હતું કે,કેન્દ્રમાં ભાજપ સરકાર છે અને દેશનાં ૧૭ રાજયોમાં ભાજપની સરકાર છે અને દેશહિત-જનહિતને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યાં છીએ. જ્યાં પણકચાશ લાગશે ત્યાં આત્મચિંતન કરીને વધુ ઉત્સાહી જનસેવાના કાર્યો કરીશું. કોંગ્રેસે ત્યાં જે વચનો આપ્યાં હોય તે પૂર્ણ કરે તેવી શુભેચ્છા.પરંતુ ગુજરાતમાં કોંગ્રેસને કયાંય હરખાવા જેવું નથી. કારણકે કોંગ્રેસે બધાં સમાજમાં, બધાં વર્ગમાં સળગાવવાનું કામ કર્યુ છે.
કોંગ્રેસની વેરઝેર, અશાંતિ, હિંસા ફેલાવવાનાપ્રયાસો ગુજરાતની જનતા કયારેય સ્વીકારવાની નથી. એટલે જ જનતાએ ભાજપનેસતત છઠ્ઠીવાર સેવાના સુત્રો આપ્યાં છે.
ભરત પંડયાએ કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું હતું , ભાજપની કેન્દ્રીયયોજના મુજબ તમામ વિવિધ રાષ્ટ્રીય મોરચાઓના રાષ્ટ્રીય સંમેલનો અલગ અલગ રાજ્યોમાં યોજાનાર છે.તેના સંદર્ભમાં મહિલા મોરચાનું રાષ્ટ્રીય મહિલા અધિવેશન તા.૨૧-૨૨ ડિસેમ્બરના રોજ ત્રિમંદિર, અડાલજ, જિ.ગાંધીનગર ખાતે યોજાનાર છે. તેમાં તા.૨૨ ડિસેમ્બરના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે ગુજરાતના સપૂત અને
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીઆ અધિવેશનમાં ઉપસ્તિ રહીને સમાપન માર્ગદર્શન આપશે. તા.૧૩ ડિસેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય પદાધિકારી તેમજ દરેક મોરચાના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી
બેઠકમાં ભાગ લેવા ગુજરાત માંથી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી, સંગઠન પ્રદેશ મહામંત્રીશ્રીભીખુભાઈ દલસાણિયા દિલ્હી જશે. તારીખ ૧૬ ડિસેમ્બરના રોજ કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશહોદ્દેદારો, જીલ્લા પ્રભારી, લોકસભા ઈન્ચાર્જ, જીલ્લા પ્રમુખ,
જીલ્લા મહામંત્રીની એક બેઠક મળશે. તેમાં સંગઠનાત્મક અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.