વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને તા. ૮મી ને બુધવારે આવી રહ્યા છે. સોમનાથ મંદિરે તેઓ દર્શન-પૂજન બાદ સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં પણ હાજરી આપશે. ટ્રસ્ટના તેઓ સભ્ય પણ છે. ટ્રસ્ટના વડા કેશુભાઇ પટેલ ઉપરાંત અન્ય સભ્યો લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ વગેરે પણ મીટિંગમાં ભાગ લેવા સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સોમનાથની મુલાકાતના સંદર્ભે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જો કે બુધવારે રાજ્યમાં વડાપ્રધાનનાં અન્ય રોકાણો પણ હોવાને કારણે તેઓ થોડો સમય જ સોમનાથમાં રોકાણ કરશે એવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ વિધિવત ઘડાઇ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ તે સંદર્ભે આયોજન કરાઇ રહ્યું છે. સોમનાથ મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આગામી સમયમાં ૨૬૨ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવનાર છે. સોમનાથ સાનિધ્યમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે દરિયાઈ જીવસૃષ્ટિ એકવેરીયમ, ૧૦૦ કરોડના ખર્ચે પ્રસાદ ઘર બનનાર છે.
Trending
- BMW એ નવા અપડેટ સાથે લોન્ચ કરી BMW M5
- દરરોજ દીવા અને અગરબત્તી પ્રગટાવીએ છીએ પણ એનું મહત્વ ખબર છે???
- Somnathના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરી ચિંતન શિબિરના બીજા દિવસનો પ્રારંભ કરતા અધિકારીઓ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.
- ખેડૂત તાલીમ કેન્દ્ર, નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઇ
- હવે નેઈલ એક્સટેન્શનની જરૂર નહીં પડે, અપનાવો આ ટિપ્સ…
- આહવા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળામાં POCSO- એક્ટ વિષયક સેમિનાર યોજાયો
- શું તમે પણ શિયાળામાં ખોરાકને ગરમ રાખવા માંગો છો ??