ત્રણ દેશોની વિદેશ યાત્રાના પહેલાં તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઈન્ડોનેશિયામાં છે. આજે તેઓ અહીંના પાટનગર જકાર્તામાં ધણાં કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદીની આ મુલાકાતથી ઈન્ડોનેશિયા અને ભારતની મિત્રતાને એક નવી મજબૂતી મળી છે. જ્યારે રક્ષા અને કારોબાર ક્ષેત્રે બંને દેશો વચ્ચે ઘણાં સમજૂતી કરાર પણ થયા છે.
ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે કરવામાં આવેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પીએમ મોદીએ કહ્યું કે, આ મહાન અને સુંદર દેશની આ મારી પહેલી યાત્રા છે અને અહીં મારુ કરવામાં આવેલા ભવ્ય સ્વાગતના કારણે હું રાષ્ટ્રપતિનો આભાર માનુ છું. મોદીએ કહ્યું કે, બાળકોએ જે રીતે સ્વાગત કર્યું તેનાથી હું ભાવુક થઈ ગયો હતો.
India stands resolutely with Indonesia in the fight against terror, we condemn the recent terror attacks in Indonesia in which many innocent people lost their lives: PM Narendra Modi pic.twitter.com/OX3RSWq96d
— ANI (@ANI) May 30, 2018
પીએમ મોદીએ આગળ કહ્યું કે, તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં ઈન્ડોનેશિયાના નિર્દોષ લોકોના મોત થયા હોવાથી મને ખૂબ દુખ થયું છે. ભારત આ પ્રકારના હુમલાની ખૂબ નિંદા કરે છે. આ મુશ્કેલ સમયમાં ભારત ઈન્ડોનેશિયાની સાથે છે. આતંકવાદ સામે લડવા માટે વિશ્વસ્તર પર કરવામાં આવતા પ્રયત્નોમાં ગતિ લાવવાની શક્યતા છે.