વિકાસ કામોના લોકાર્પણ અને જાહેર સભાઓને વડાપ્રધાનનું થશે સંબોધન
હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ગઈ છે પરંતુ ગુજરાતની ચૂંટણી હજી જાહેર થઈ નથી. ત્યારે આ ગુજરાતમાં હજી કેન્દ્રીય નેતાઓના પ્રચાર ચાલી રહ્યાં છે. વડાપ્રધાન મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા હતાં. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે અમિતાએ પરિવાર સાથે દિવાળી પણ ઉજવી હવે ફરીથી વડાપ્રધાન મોદી પણ ફ31 ઓગસ્ટે ગુજરાત આવશે. તેઓ બનાસકાંઠાના થરાદમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ સહિત જાહેરસભાને પણ સંબોધશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ6 દિવસના ગુજરાત ની મુલાકાત લીધી હતી અને તેમણે દિવાળીનો તહેવાર તેમના પરિવાર સાથે ઉજવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી ફરીથી 31 ઓક્ટોબરે ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના બે દિવસના કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમમાં વડાપ્રધાન ખાસ હાજરી આપશે સંપૂર્ણપણે ચૂંટણી લક્ષી કહી શકાય તેવા વડાપ્રધાનના આ પ્રવાસ નો ગુજરાતના રાજકારણ અને ખાસ કરીને આગામી ચૂંટણી પર ખૂબ મોટો પ્રભાવ પડે તે નિશ્ચિત છે
વર્ષ 2017 ની ચૂંટણી દરમિયાન પણ અમિત શાહે આ રીતે કાર્યકરો સાથે બેઠકો કરી હતી અને જે તે જિલ્લાની સ્થાનિક નેતાગીરી વચ્ચેનો અસંતોષ દૂર કર્યો હતો.ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા દિવાળીની આસપાસ કરાશે તેવી અટકળો ચાલતી હતી. જો કે 29ઓક્ટોબર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારી કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 31 ઓક્ટોબર સરદાર જયંતીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે. તેના કારણે હવે ચૂંટણીની જાહેરાત 1નવેમ્બર આજુબાજુ થાય તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં મૂકાઇ રહી છે.