વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા છે. અહીંયા તેમણે તાલચેર ફર્ટિલાઈઝર પ્લાન્ટના પુનરોદ્ધાર કાર્યની શરૂઆતને લીલી ઝંડી બતાવી. તે પછી મોદીએ એક જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે 2019ની ચૂંટણી જીતીને એકવાર ફરી વડાપ્રધાનપદની જવાબદારી સંભાળવાના સંકેત આપ્યા.

ઉલ્લેખનીય છે કે કોલસા ગેસથી ચાલતો ભારતનો આ પહેલો ફર્ટિલાઇઝર પ્લાન્ટ હશે. ખાતર બનાવવા ઉપરાંત આ પ્લાન્ટ પ્રાકૃતિક ગેસ પણ પેદા કરશે જે દેશની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવામાં યોગદાન આપશે. મોદી ઝરસુગુડામાં લોકલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આજે છત્તીસગઢની પણ મુલાકાત લેશે અને ત્યાં પણ ઘણી યોજનાઓની શરૂઆત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.