એસસી-એસટી એક્ટપર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુધ્ધ આયોજીત ભારત બંધ દરમિયાન થયેલી હિંસા બાદ પ્રથમ વખત પીએમ મોદીએ પરોક્ષ રીતે પોતાની વાત રાખી છે. દિલ્હીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે બતાવેલ રસ્તા પર ચાલવાની જરૂર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આંબેડકરને જેટલુ સન્માન એનડીએ સરકારે આપ્યું તેટલું કોઇ બીજી સરકાર આપ્યું નથી. આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હલ્લાબોલ કરતાં કહ્યું હતું કે તેઓ દલિત, આદિવાસીઓ વિરુધ્ધ અત્યાચાર અને એસસી-એસટી એક્ટને નાજુક બનાવા જેવા મુદ્દા પર કેમ એકપણ શબ્દો બોલતા નથી.
ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલના રોજ દલિત અને પિછડી જ્ઞાતિના સંગઠનો દ્વારા ભારત બંધનું આહવાન આપ્યું હતું. જે દરમિયાન હિંસા થઇ હતી જેમાં 12 લોકોનાં મોત થયા હતા દલિત સંગઠન અને વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર આરોપ લગાવામાં આવ્યો છે કે એસસી-એસટી એકટને કમજોર કરવાની કાવતરું કરી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com