નેશનલ ન્યુઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. તેઓ સવારે 10.30 વાગ્યે મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે મંદિર જવા રવાના થયા હતા. આ દરમિયાન તેણે અયોધ્યા ધામનો વીડિયો ઉતાર્યો હતો. પીએમ બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિધિ પૂર્ણ કરશે. વડાપ્રધાનની મંદિર પરિસરમાં એન્ટ્રી થતાં જ શંખનાદ થયો હતો. નરેન્દ્ર મોદીના હાથમા વસ્ત્ર અને ચાંદીનું છત્ર હતા અને તે ગર્ભગૃહમાં પહોચ્યા હતા.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પીએમ બપોરે 1 વાગે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે લગભગ 2:15 વાગ્યે તેઓ શ્રી રામ મંદિર સંકુલમાં સ્થિત કુબેર ટીલા પર આવેલા શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. લગભગ 4 કલાક 35 મિનિટના કાર્યક્રમ બાદ તેઓ બપોરે 3 વાગે દિલ્હી પરત ફરશે.
વડાપ્રધાને શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 11 દિવસનાં અનુષ્ઠાન કર્યા હતા. આ દરમિયાન તેમણે ઉપવાસ, જાપ અને ગાયોની પૂજા કરી. તેઓ 11 દિવસ સુધી જમીન પર સૂતા અને માત્ર નારિયેળ પાણી અને ફળ ખાતા હતા. આ દરમિયાન મોદીએ 4 રાજ્યોમાં રામાયણ સાથે સંબંધિત 7 મંદિરોની મુલાકાત લીધી હતી અને પૂજા પણ કરી હતી.