આજે વિશ્વભરમાં નવું વર્ષ લોકો ઉજવી રહ્યું છે. તેવામાં ખાસ વાત જો આપના ગુજરાતીઓની કરવામાં આવે તો નાના લોકોથી લઈને વૃદ્ધ લોકો એકબીજાને નવાવર્ષની શુભકામનાઓ આપતા હોય છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ અથવા તો સાલમુબારક કહેવાય છે.
દિવાળી પછીનો દિવસ એટલે કે બેસતું વર્ષ. આ દિવસે નાના બાળકો થી લઈ ને મોટા લોકો નવા કપડાં પહેરે છે એક બીજા ને નવા વર્ષની શુભેશ્ચા આપે છે.
સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ! પ્રકાશનું પર્વ દીપોત્સવ જીવનને તેજોમય કરીને ઉન્નત કરે છે. નવપ્રારંભ… આપને માટે કલ્યાણકારી, સુખકારી અને સ્વપ્નપૂર્તિનો કાર્યકાળ બને એવી હાર્દિક શુભકામનાઓ…સાલ મુબારક…
— Narendra Modi (@narendramodi) November 8, 2018
તેવામાં વડાપ્રધાને ટ્વિટર પર તમામ ગુજરાતીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષ નિમિતે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરી ગુજરાતીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર મેસેજ કરી તમામ ગુજરાતીઓને સાલ મુબારક કહી, શુભકામનાઓ પાઠવી છે. તેમજ તમામ માટે સારા સ્વાસ્થ્યની ભગવાન પાસે પ્રાથના કરી છે.
તેમણે ટ્વિટર પર જણાવ્યુ છે કે સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ! પ્રકાશનું પર્વ દીપોત્સવ જીવનને તેજોમય કરીને ઉન્નત કરે છે. નવપ્રારંભ… આપને માટે કલ્યાણકારી, સુખકારી અને સ્વપ્નપૂર્તિનો કાર્યકાળ બને એવી હાર્દિક શુભકામનાઓ…સાલ મુબારક…