સુરતમાં વડાપ્રધાન રોડ-શો કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૬-૧૭ એપ્રિલ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વડાપ્રધાનની આ મુલાકાત રાજકીય રીતે ઘણી મહત્વની મનાઇ રહી છે. રવિવારે સીધા જ વડાપ્રધાન સુરત આવી રોડ શો યોજી ચૂંટણી પ્રચારનું બ્યુગલ વગાડશે.

ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ માટે સુરત પર પસંદગી ઉતારાઇ છે તેનું વ્યૂહાત્મક મહત્વ છે. ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત લીધી ત્યારે ડાયમંડ સિટીના અનેક અગ્રણી નાગરિકો સો એરપોર્ટ ખાતે એક ઔપચારિક બેઠક યોજી હતી. હવે તેઓ સુરતમાં રોડ શો યોજશે અને સુરત સરકિટ હાઉસ ખાતે રવિવારે રાત્રિ રોકાણ કરશે. સોમવારે સવારે પાટીદાર સમાજ નિર્મિત કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કરી સમગ્ર સમાજને એક સંદેશો આપશે. આ જ રીતે વડાપ્રધાન દક્ષિણ ગુજરાતના ખેડૂતો સો સંકળાયેલી સુમુલ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ બાદ જાહેર જનતાને સંબોધન કરશે.

સુરતના મજુરા મતવિસ્તારના ધારાસભ્ય અને યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હર્ષ સંઘવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૧૬મીએ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન શે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત, ભાજપના આગેવાનો, પ્રધાનો સહિત અગ્રણીઓના સ્વાગત બાદ તુરત જ વડાપ્રધાન ખુલ્લી જીપમાં રોડ શોમાં જોડાશે. અંદાજે પાંચેક કિલોમીટરના લાંબારૂટમાં સુરતની જનતા વડાપ્રધાનનું પુષ્પવૃષ્ટી કરી સ્વાગત કરશે. વડાપ્રધાન સરકિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. વડાપ્રધાનની બે દિવસની મુલાકાતનો પ્રારંભ સુરત ખાતેી વાનો હોવાી સમગ્ર મહાનગરને નવોઢાની જેમ સજાવાઇ રહ્યું છે એટલું જ નહીં તેમના આગમન પૂર્વે લગભગ એક સપ્તાહી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન સનિક સત્તામંડળ, સ્વૈચ્છિક સંસઓ અને ભાજપના કાર્યકરોએ ભેગા મળીને કર્યું છે.

બોટાદ ખાતે ૧૯૩૮માં એ વખતના ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલા ૧૩૦ હેક્ટરમાં ફેલાયેલા કૃષ્ણ સાગર તળાવમાં નર્મદા નીરના વધામણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શે. ભાવનગરના રાજવીએ બોટાદની જનતાને પાણીની સમસ્યાી ઉગારવા માટે બનાવેલા આ તળાવી ૧૯૮૫ સુધી બોટાદની જનતાને પાણી મળતું રહ્યું હતું. છેલ્લા દોઢેક દશકી કનેવાલ તળાવ આધારિત યોજનાી બોટાદની ૧.૧૩ લાખની જનતાને પાણી મળી રહ્યું છે. જોકે, કૃષ્ણસાગર તળાવમાં નર્મદાના નીરી ભરી દેવાની બોટાદની જનતાની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી તત્કાલિન મુખ્યપ્રધાન પદેી નરેન્દ્ર મોદીએ સમગ્ર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. હવે યોજના સાકાર ઇ રહી છે ત્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ઉપસ્તિ રહેશે.

વડાપ્રધાનના આગમન પૂર્વે ૧૨મીએ શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસઓ, સેવાભાવી સંસઓ દ્વારા સેવ ફ્યુઅલ, વી આર ન્યૂ ઇન્ડિયાના નારા સો સાયકલ યાત્રા યોજવામાં આવશે. ૧૩મીએ વિશ્વ પ્રસિદ્ધ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક અને એમની ૪૦ સભ્યોની ટીમ દ્વારા ૨૦૦ મીટર લાંબી અને ૧૨ ફૂટ ઊંચી રેત શિલ્પનું નિર્માણ શે તે તાપી તટના કિનારે જાહેર જનતા માટે ત્રણ દિવસ ખુલ્લુ મુકવામાં આવશે. ૧૪મીએ લેસર શો તેમજ ૧૪ી ૧૬ દરમિયાન સમગ્ર શહેરમાં રોશની અને મ્યુઝીકલ કાર્યક્રમો યોજાશે. આ રોશની અને મ્યુઝીકલ શો એ ીમ બેઝ રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.